
જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ વંથલી માણાવદર બાંટવા સરાડીયા વચ્ચે આવેલા સ્ટીલ ગર્ડર અને સ્ટીલ ફ્રેમ ટાઈપના અંદાજીત ૬૦ વર્ષ જુના મેજર બ્રિજ પ્રકારના પૂલનું નિરીક્ષણ કર્યું હતું. આ બ્રિજની લંબાઈ ૯૧.૫૦ મીટર છે અને પહોળાઈ ૭.૧૦ મીટર જેટલી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત અને સુચારૂ માર્ગદર્શનના પગલે સમગ્ર રાજ્યમાં પૂલ મરામત અને રસ્તાઓના મરામતનું કામકાજ ત્વરિત ગતિએ ચાલી રહ્યું છે.આ તકે જિલ્લા કલેકટરશ્રીએ જાતે આ મેજર બ્રિજની મુલાકાત લીધી હતી અને આ બ્રિજ વિશેની તમામ તાંત્રિક માહિતીનો તાગ મેળવ્યો હતો. તેમજ સંબંધિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીગણ, કર્મચારીગણને જરૂરી તકેદારી રાખવા અંગે, સમયાંતરે જરૂરી તમામ પૂલો અને રસ્તાઓ ઇન્સ્પેકશન કરવાની, તાત્કાલિક રીપેર કરવાની તેમજ રોડ સફેટી ગાઈડલાઈન મુજબ જરૂરી કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હતી.આ મુલાકાત દરમિયાન માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) જૂનાગઢ ટીમ કાર્યપાલક ઇજનેરશ્રી ડી.કે.નાઘેરા, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી વી.એ.ગોસ્વામી, સેકશન ઓફિસરશ્રી કે.એલ.વદર, વંથલી પ્રાંત અધિકારીશ્રી ગોહિલ સહિતના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






