
મહીસાગર જિલ્લામાં 16માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી લુણાવાડા ખાતે બાબાસાહેબ આંબેડકર હોલમાં કાર્યક્રમ યોજાયો.
***
જિલ્લા કલેકટર અર્પિત સાગરે નવા મતદારોને EPIC કાર્ડ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું સન્માન કર્યું
***
અમીન કોઠારી
મહીસાગર,
૨૫ જાન્યુઆરી:: સમગ્ર દેશ સાથે મહીસાગર જિલ્લામાં પણ ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. લુણાવાડા તાલુકાના મોટા સોનેલા, ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને ૧૬માં જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી અર્પિત સાગરે ઉપસ્થિત સૌ નાગરિકો અને યુવા મતદારોને સંબોધતા જણાવ્યું હતું કે, લોકશાહીમાં મત એ શક્તિશાળી શસ્ત્ર છે. દરેક પાત્રતા ધરાવતા નાગરિકે મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, યુવા મતદારો આ પ્રક્રિયામાં સક્રિય રીતે જોડાય તે અત્યંત આવશ્યક છે.
કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મામલતદારઓ, નાયબ મામલતદારઓ અને બી.એલ.ઓ. (BLO) ને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ૧૮ વર્ષ પૂર્ણ કરનાર નવા નોંધાયેલા યુવા મતદારોને મહાનુભાવોના હસ્તે ફોટો ઓળખપત્ર (EPIC) એનાયત કરવામાં આવ્યા હતા અંતે ઉપસ્થિત તમામ લોકોએ મતદારની પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી એમ એસ મનાત, પ્રાંત અધિકારીશ્રી ઉમેશ શાહ, મામલતદાર સહિત યુવા મતદારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.





