GUJARATPANCHMAHALSHEHERA
ગોધરા ખાતેની નોડલ આઇ.ટી.આઇ. ની આ મુલાકાત લેતાં જિલ્લા કલેકટર આશિષકુમાર
ઉદ્યોગો અને આઈ.ટી.આઈ.ના સ્કિલગેપનું નિરિક્ષણ કરી આગામી સમયમાં માંગ મુજબ ટ્રેડ શરૂ કરવા સૂચન

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લામાં કાર્યરત અદ્યોગિક તાલિમ સંસ્થાઓની જિલ્લા જિલ્લા કલેકટર આશિષકુમાર દ્વારા મુલાકાત લઇ સંસ્થામાં ચાલતા અભ્યાસક્રમો અને ટ્રેડ વર્કશોપની કામગીરીનું નિરિક્ષણ કરવામાં આવે છે. જે અન્વયે તાજેતરમાં જિલ્લા કલેકટરશ્રી દ્વારા નોડલ આઈ.ટી.આઈ., ગોધરા પંચમહાલની મુલાકાત લેવામાં આવી હતી.
નોડલ આઇ.ટી.આઇ., ગોધરાની આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટરશ્રી આશિષકુમાર દ્વારા સંસ્થાના તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમને વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. વધુમાં વિવિધ ટ્રેડ વર્કશોપની મુલાકાત લઈને જિલ્લા કલેકટરશ્રીએ સબંધિત અધિકારીઓને ઉદ્યોગો અને આઈ.ટી.આઈ.ના સ્કિલ ગેપનું નિરિક્ષણ કરી આગામી સમયમાં માંગ મુજબ ટ્રેડ શરૂ કરવા સૂચન કર્યું હતું.






