BANASKANTHAGUJARATPALANPUR

જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ઉત્તર ગુજરાત ઝોન પાયલોટ દિવસની ઉજવણી પાલનપુર ખાતેથી કરાઈ

26 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

પાયલોટ દિવસ નિમિતે ઈમરજન્સી સેવાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓનું કરાયું સન્માન રાજ્યમાં આજે પાયલોટ દિવસ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત ઉત્તર ગુજરાત ઝોન પાયલોટ દિવસની ઉજવણી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતેથી કરાઈ હતી. જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં ઉત્તર ઝોનના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના ૧૦૮ કર્મચારીઓએ પાયલોટ દિવસની ઉજવણી કરાઈ હતી. મહાનુભાવોના હસ્તે EM CARE & VET CARE પુસ્તકનું વિમોચન કરાયું હતું. કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલએ જણાવ્યું કે, ગુજરાતમાં ૧૦૮ની સેવા પ્રસંસનીય છે. આ સેવાનો સરેરાશ રિસ્પોન્સ ટાઇપ જે ૧૪.૪૭ હતો તે ૧૪.૩૪ થયો છે જે એક સારી બાબત છે. તેમણે કહ્યું કે, ૧૦૮ની જોબ એ જોબ નથી પણ માનવતાની સેવા છે અને સિમ્બોલ ઓફ ટ્રસ્ટ તરીકે ૧૦૮ સેવા આપી રહી છે. તેમણે ૧૦૮ની સર્વિસને બિરદાવીને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. ૧૦૮ સર્વિસના અધિકારીશ્રી જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૧૦૮ ઈમરજન્સી સેવાઓમાં ૨૬ મેના રોજ પાયલોટ દિવસ અને ૨ એપ્રિલના રોજ ઇ.એમ.ટી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ બંનેની કામગીરી ખૂબ જ અગત્યની છે. ઓછા સમયમાં ત્વરીત સેવા આપવાના ઉદ્દેશ્ય સાથે લોકોને હોસ્પિટલ ખાતે પહોંચાડવાનું છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી અને મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરતા કર્મચારીઓ અને અધિકારીઓને સન્માનિત કરાયા હતા. ખિલખિલાટ, મોબાઇલ વેટનરી યુનિટ, આરોગ્ય સંજીવની, ૧૦ ગામ દીઠ ફરતું પશુ દવાખાનુ, ૧૮૧ અભયમ, વુમન હેલ્પલાઇન જેવી સેવાઓ જે રાજ્યમાં ૨૪ કલાક કાર્યરત છે એવા તમામ કર્મચારીઓને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ઇ.એમ.કેર એવોર્ડ, ઓનેસ્ટી એવોર્ડ, એકેડેમીક એક્સેલન્સ એવોર્ડ, બેડમિન્ટન ટુર્નામેન્ટ વિજેતા એવોર્ડ, KMPL એવોર્ડ (ખિલખિલાટ વાનમાં શ્રેષ્ઠ KMPL લાવા બદલ)અને આખા વર્ષ દરમિયાન સતત શ્રેષ્ઠ કામગીરી માટે બેસ્ટ કેસ એવોર્ડ MVD – Best Cases (MVDમાં શ્રેષ્ઠ કામગીરી બદલ), એમ.એચ.યુ. એવોર્ડ, HBC એવોર્ડ, WHL – best Cases એવોર્ડ, સેવિયર એવોર્ડ અર્પણ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં અલગ અલગ ચાર ઝોનમાં પાયલોટ દિવસની ઉજવણી અંતર્ગત ઇ.એમ.કેર એવોર્ડનું વિતરણ કરાયું હતું. જેમાં દક્ષિણમાં ડાંગમાં, સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં, મધ્ય ગુજરાતમાં આણંદમાં અને ઉત્તર ગુજરાતમાં પાલનપુરમાં પાયલોટ દિવસની ઉજવણી કરાઈ હતી.

Back to top button
error: Content is protected !!