ANANDGUJARATUMRETH

જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ અડધી રાત્રે ૧૨-૩૦ કલાકે ગણેશ ચોકડી થી ચિખોદરા ચોકડી સુધી બની રહેલ રોડની આકસ્મિક મુલાકાત લઈ નિરીક્ષણ કરીને સારી ગુણવત્તા યુક્ત કામગીરી કરવા માટે સૂચના આપી.

કુંજન પાટણવાડીયા

આણંદ શહેરમાં પ્રવેશતો મુખ્ય માર્ગ ચિખોદરા ચોકડી થી લઈને ગણેશ ચોકડી સુધી નવો રોડ બનાવવા માટે કલેકટર શ્રી એ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટને જણાવ્યું હતું. આ ઉપરાંત કલેક્ટરશ્રીએ આ રોડ આણંદ શહેરમાં પ્રવેશતો મુખ્ય માર્ગ હોય તેને આઈકોનિક રોડ તરીકે પણ બનાવી શકાય તેમ જણાવ્યું હતું.

માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ગઢવી દ્વારા ચિખોદરા ચોકડી થી ગણેશ ચોકડી સુધીનો રસ્તો નવો બનાવવાનું કામ ચાલે છે, જેને રિસરફેસિંગ કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ ગઈકાલે અડધી રાત્રે ૧૨-૩૦ કલાકે આકસ્મિક રોડ બનાવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ સમયે કલેકટરે રોડનું રીસરફેસિંગ કામ બરાબર થાય છે કે કેમ, પ્રોપર થીકનેસ છે કે નહીં, રોલિંગથી કોમ્પેકશન થાય છે કે નહીં, તે અંગે જાણકારી મેળવી હતી અને કેમ્બર બોર્ડ મૂકીને કેમ્બર મેન્ટેઈન થાય છે એ કેમ? તેની પણ જાણકારી મેળવી હતી.

આ તબક્કે કલેક્ટરશ્રીએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ શ્રી હિતેશ ગઢવી અને શ્રી જીગર પટેલને તથા રોડની કામગીરી કરી રહેલ ઈજારેદારને આ રોડ સારામાં સારી ક્વોલિટીનો ગુણવત્તા યુક્ત બને તેવી શ્રેષ્ઠ કામગીરી કરવા માટે સૂચના આપી હતી.

Back to top button
error: Content is protected !!