આરોગ વિભાગના કુલ ૩ અને ખેતીવાડી વિભાગના કુલ ૧ ઈન્ડીકેટર્સને Saturation level માં ૧૦૦ ટકા કામગીરી પુર્ણ:
ડાંગ જિલ્લાના એસ્પરિશનલ બ્લોક સુબીર તાલુકામાં ગત વર્ષ જૂન-૨૦૨૪ થી સપ્ટેમ્બર-૨૦૨૪ દરમિયાન થયેલ “સંપૂર્ણતા અભિયાન”માં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના સન્માન માટે ડાંગ જિલ્લા કલેક્ટર શાલિની દુહાન તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇનના અધ્યક્ષ સ્થાને સાપુતારા તોરણ હિલ રિસોર્ટમાં જિલ્લા કક્ષાના “સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડાંગ જિલ્લા કલેક્ટર શાલિની દુહાને સૌ અધિકારી અને કર્મચારીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, સુબીર તાલુકાને અન્ય તાલુકાઓની હરોળમાં લાવવા માટે કુલ ૬ ઈન્ડીકેટર્સ નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં આરોગ્ય વિભાગના ૩, પોષણ વિભાગના ૧, ખેતીવાડી વિભાગના ૧, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ૧, આમ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના કુલ ૬ માંથી ૪ ઈન્ડીકેટર્સમાં Saturation levelની ૧૦૦ ટકા કામગીરી પુર્ણ થતા તા. ૨૯ જુલાઇના રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રીના હસ્તે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થનાર છે. ત્યારે આવનાર સમયમાં દરેક ઈન્ડીકેટર્સમાં સો ટકા કામગીરી પુર્ણ થાય તે માટે કાર્ય કરવા તેમજ એસ્પરિશનલ બ્લોક સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં પોષણ બાબતે કામગીરી કરવાની જરૂર છે. જેથી ડાંગ જિલ્લામાં પોષણની સમસ્યા દુર કરી શકાય.વીજિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈને સુબીર તાલુકાને અન્ય તાલુકાઓની હરોળમાં લાવવા અંગે જણાવ્યું હતું.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી. તબીયારે જણાવ્યું હતું કે, નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં સુબીર તાલુકાની કુલ ૯૩ જેટલી સ્વ સહાય જુથોની બહેનો દ્વારા આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરવા માટે ૨૧ લાખનું માનદ વેતન ચુકવવામાં આવેલ છે. સાથે જ વોકલ ફોર લોકલ તેમજ સ્થાનિક લોકલ પ્રોડક્ટને પ્રોત્સાહન મળે તે માટે સ્વ સહાય જુથોની બહેનોને આર્થિક સહાય આપવામાં આવેલ છે. તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુબીર તાલુકાના એસ્પીરેશનલ બ્લોક કાર્યક્રમ અંતર્ગત Saturation level સુધી લઈ જવા “સંપૂર્ણતા અભિયાન” નું આયોજન સુબીર ખાતે કરવામાં આવ્યું હતું. જે સમયગાળા દરમિયાન મેડીકલ કેમ્પ, પોષણ વિભાગ દ્રારા મિલેટ્સ અને વાનગી પ્રદર્શન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્થાનિક ઉત્પાદક પેદાશોનું વેચાણ અને વિતરણ તથા ખેતી વિભાગ દ્રારા સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ જેવી વિવિધ કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન આરોગ વિભાગના કુલ ૩ અને ખેતીવાડી વિભાગના કુલ ૧ ઈન્ડીકેટર્સને Saturation level સુધી લઈ જવા માટે સફળતા મળતા મળી છે. જેથી નીતિ આયોગ દ્રારા જિલ્લા અને રાજ્ય કક્ષાએ આ કાર્યક્રમનુ આયોજન કરવા જણાવાયુ હતું. જેમાં જિલ્લા કક્ષાએ વિભાગના અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમજ એસ્પરિશનલ બ્લોકમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા આયોજન અધિકારી શ્રીમતી સ્મિતાબેન પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાશું ગામિત, પ્રોગ્રામ ઓફિસર જ્યોત્સનાબેન પટેલ, ખેતીવાડી અધિકારી બાલુભાઈ પટેલ, સંશોધન અધિકારી દિવ્યેશ ગવળી, જૈનિશ અનઘણ, સહિતના અધિકારી કર્મચારીઓ અને આંગણવાડી બહેનો ઉપસ્થિત રહી હતી.