MORBI:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી સદ્ગત માતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા સરડવા પરિવાર

MORBI:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી સદ્ગત માતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા સરડવા પરિવાર
સ્વ.જસવંતીબેન સવજીભાઈ સરડવા ની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી નિમિતે સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરતા સુપુત્રો.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી ના સ્વ.જસવંતીબેન સવજીભાઈ સરડવા ની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્રો દ્વારા સદાવ્રત મા મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. આ તકે નરેન્દ્રભાઈ સવજીભાઈ સરડવા, વિપુલભાઈ સવજીભાઈ સરડવા, ઉમેશભાઈ સવજીભાઈ સરડવા, ઈશિત નરેન્દ્રભાઈ સરડવા, ક્રિના-ક્રિવા ઉમેશભાઈ સરડવા સહીત ના પરિવાર ના સભ્યોએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ. આ તકે મોરબી ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર,જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.








