ANANDANAND CITY / TALUKOGUJARAT

કંપનીમાં બનેલી આગની ઘટનામાં દાઝેલા ફાયરબ્રિગેડના જવાનોની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર

કંપનીમાં બનેલી આગની ઘટનામાં દાઝેલા ફાયરબ્રિગેડના જવાનોની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર

તાહિર મેમણ – આણંદ 08/08/2024- ગુરૂવાર – આણંદના ગોપાલપુરા ગામ પાસે આવેલ સત્યેન્દ્ર પેકેજીંગ કંપનીમાં બનેલી આગની ઘટના દરમિયાન આગ પર કાબૂ મેળવવાના પ્રયાસમાં ફાયરબ્રિગેડના ચાર જવાનો દાઝી જતાં તેમને કરમસદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ફાયરબ્રિગેડના ચાર જવાનોના દાઝી જવાના સમાચાર મળતાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ ચારેય જવાનોની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટરશ્રીએ હોસ્પિટલમાં દાખલ જવાનો અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરી ઘટના સમયે બનેલ સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. તેમણે હોસ્પિટલના ડોકટર સાથે જવાનોને આપવામાં આવતી સારવાર બાબતની પૃચ્છા કરી જવાનોના પરિવાર સાથે આત્મીયતા પૂર્વક સંવાદ કરી તેમને આશ્વાસન પૂરૂં પાડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લાના ગોપાલપુરામાં આવેલી સત્યેન્દ્ર પેકેજીંગ કંપનીમાં તા. ૬ ઓગસ્ટના રોજ રાત્રિના સમયે ભિષણ આગ લાગતા આ આગ બુઝાવવા માટે આણંદ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગ નિયંત્રણની કામગીરી હાથમાં લીધી હતી, તે દરમિયાન કેમિકલ ભરેલા પીપમાં અચાનક બ્લાસ્ટ થવાથી ફાયર બ્રિગેડના ચાર જવાનો દાઝી ગયા હતા. જેથી ચારે જવાનોને તાત્કાલિક સારવાર માટે કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!