વાત્સલ્યમ સમાચાર
ફતેપુરા
દાહોદ જિલ્લાના ફતેપુરામાં કબ્રસ્તાનની સામે આવેલ વર્ષાે જુનુ ગામ તળના તળાવ પરનું દબાણ ખુલ્લુ કરવા બાબતે ફતેપુરાના ગ્રામજનોના આવેદનપત્રને ધ્યાનમાં લઈ અને અગાઉ થયેલ ફરિયાદના આધારે મામલાની ગંભીરતા દાખવી દાહોદ જિલ્લા કલેક્ટરે સ્થળ તપાસ કરવામાં આવી.દાહોદ જિલ્લા કલેક્ટર આજરોજ ફતેપુરા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પધાર્યા હતાં ત્યારે કાર્યક્રમ બાદ ફતેપુરાના ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, ફતેપુરા કબ્રસ્તાનની સામે પાણીના ટાંકા જાેડે વર્ષાે જુનું ગામતળનું તળાવ આવેલ છે. જેનો જુનો સરવે નં.૧૪૮ નવો સરવે નં.૩૫૫ આળેલ છે. પાંચ એકર કરતાં વધારે જગ્યામાં ફેલાયેલ તળાવમાં ફતેપુરાના ભુ માફિયા દ્વારા સરકારી તળાવની જગ્યા પચાવી પાડવા માટે ડમ્પીંગ યાર્ડ તોડી પાડવા જગ્યા પરથી ડમ્પીંગ યાર્ડ દુર કરી તળાવની જગ્યામાં ગેરકાયદેસર રીતે પુર્ણ કરી જગ્યા સમતલ કરી જગ્યા પાવી પાડેલ છે. તળાવની જગ્યા પચાવી પાડતાં ફતેપુરાના જાગૃત નાગરિક દ્વારા તળાવ પરનું દબાણ ખુલ્લુ કરવા માટે ફતેપુરા મામલતદારને લેખીતમાં રજુઆત કરવામાં આવી હતી. ઉપરોક્ત અરજદાર તેમજ ગ્રામજનોની રજુઆતને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા કલેક્ટર ફતેપુરાના આ વિવાદાસ્પદ સ્થળની મુલાકાતે પહોંચ્યાં હતાં. જ્યાં ઉપસ્થિત અધિકારીઓ ને જરૂરી સૂચનો કર્યા હતા.