
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશભાઈ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૨૫ જાન્યુઆરી : લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેટ્રોલિગ માં હતા ત્યારે એલસીબી પોલીસને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, મોટી રાયણ ગામના બસ સ્ટેશન પાસે ચાયની કેબીન પાસે પતરા નીચે ખુલ્લી જગ્યામા અમુક માણસો ભેગા થઈ ધાણી પાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે અને તેઓની આ ગેરકાયદેસર પ્રવૃતિ હાલે ચાલુમાં છે જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા નીચે મુજબના ઇસમોને ધાણીપાસા વડે રૂપિયા-પૈસાની હારજીતનો જુગાર રમતા નીચેની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ ઇસમો :- (1)-ભરત દેવાંધ ગઢવી(ઉ.વ.૩૩),(2)- સુલતાન અબ્દુલ તુર્ક(ઉં.વ.૧૯),(3)-ઇરફાન અબ્દુલ તુર્ક (ઉ.વ.૨૨),(4)-જીતેશ કરશન ગઢવી (ઉ.વ-28)(5)- દેવરાજ કરશન ચારણ (ઉ.વ.૪૧),(6)- રતન લક્ષમણ ગઢવી(ઉ.વ.૪૦),(7)- પચાણ પાલુ ગઢવી (ઉ.વ.૩૦),(8)-અલ્તાફ નુરમામદ ભટ્ટી ઉ.વ.૩૭ રહે. તમાંમ મોટી અને નાની રાયણ જુગારીઓ પાસેથી કબ્જે કરેલ મુદામાલ,-(૧)- રોકડા રૂપીયા – રૂ।.૩૧,૬૦૦/-(૨)-ધાણી પાસા નંગ- ૦૨ કી.રૂ.૦૦/-(૩)- મોબાઈલ ફોન નંગ-૦8, કી.રૂ.૪૨,૦૦૦/-(૪)-મોટર સાઇકલ નંગ-૦૪.કિ.રૂ.કિ.રૂ.૬૦.૦૦૦/-એમ કુલ કી.રૂા.૧,૩૩,૬૦૦/- ના મુદામાલ સાથે ઉપરોકત પકડાયેલ ઇસમો વિરૂધ્ધ કોડાય પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




