ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન કચેરી શરૂ કરવા જિલ્લા કોંગ્રેસ ની માંગ 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન કચેરી શરૂ કરવા જિલ્લા કોંગ્રેસ ની માંગ

અરવલ્લી જિલ્લો વર્ષ ૨૦૧૪માં સ્વતંત્ર જિલ્લો બન્યા બાદ ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર ની અલગ અને સંપૂર્ણ કાર્યરત કચેરી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે જિલ્લાના વેપારીઓ, દવાખાના માલિકો અને ફૂડ બિઝનેસ ઓપરેટરોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ વિભાગ ના સંબંધિત લાયસન્સ, તપાસ, નોંધણી તથા અન્ય તમામ પ્રક્રિયાઓ માટે અરવલ્લી જિલ્લાના વેપારીઓને આજે પણ હિંમતનગર સુધી જવું પડે છે. આથી સમય, નાણાં અને માનવ સંસાધનનો બિનજરૂરી વ્યય થવા ઉપરાંત વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં અડચણ ઉભી થાય છે.જિલ્લાની વધતી વસ્તી, વેપારિક વિકાસ અને ખોરાક તથા દવાઓની ગુણવત્તા સાથે જોડાયેલા જનહિતને ધ્યાનમાં લઈ અરવલ્લી જિલ્લામાં સ્વતંત્ર અને સંપૂર્ણ કાર્યરત સદર કચેરી સત્વરે શરૂ કરવી અનિવાર્ય બની ગઈ છે. જિલ્લા મુખ્યાલય હોવા છતાં વર્ષોથી કચેરી ન હોવી એ પ્રશાસનિક ઉદાસીનતાનું સ્પષ્ટ ઉદાહરણ છે.આ બાબતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અરૂણભાઇ પટેલ દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત કરીને તાત્કાલિક અને સકારાત્મક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!