ARAVALLIGUJARATMODASA

શામળાજી અને દેવનીમોરી ખાતે “ આંતરાષ્ટ્રીય આધ્યાત્મિક અને વિરાસત પથ “ વિકસાવવા જિલ્લા કોંગ્રેસની માગ : મુખ્યમંત્રીને પત્ર લખી બજેટ માં સમાવવા માંગ.

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી અને દેવનીમોરી ખાતે “ આંતરાષ્ટ્રીય આધ્યાત્મિક અને વિરાસત પથ “ વિકસાવવા જિલ્લા કોંગ્રેસની માગ : મુખ્યમંત્રીને પત્ર લખી બજેટ માં સમાવવા માંગ.

મોડાસા: અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી અને વિશ્વસ્તરીય બૌદ્ધ વિરાસત ધરાવતા દેવનિમોરીના વિકાસ માટે જિલ્લા કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે. કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી આગામી બજેટમાં આ બંને સ્થળોને સાંકળતા આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક અને વિરાસત પથ ની જાહેરાત કરવા અને વિશેષ પેકેજ ફાળવવા માગણી કરી છે.

મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે, શામળાજી એ વૈષ્ણવ સંપ્રદાયનું આસ્થા કેન્દ્ર છે જ્યારે દેવનિમોરી વિશ્વના કરોડો બૌદ્ધ ધર્મીઓ માટે શ્રદ્ધાનું સ્થાન છે. આ બંને સ્થળોને જોડીને એક કોમન ટૂરિઝમ સર્કિટ બનાવવી જોઈએ. સૌથી મહત્વની માગણી કરતા અરૂણભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેવનિમોરીના ઉત્ખનન દરમિયાન મળેલા ભગવાન બુદ્ધના પવિત્ર અસ્થિઓ વર્ષોથી વડોદરા મ્યુઝિયમમાં પડ્યા છે. આ અસ્થિઓને માન-સન્માન સાથે દેવનિમોરી પરત લાવી ત્યાં સાંચીના સ્તૂપ જેવું ભવ્ય ‘મહાવિહાર મ્યુઝિયમ’ બનાવવું જોઈએ, જેથી દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો જેવા કે જાપાન, થાઈલેન્ડ અને વિયેતનામથી પ્રવાસીઓ અહીં આવે અને રાજ્યને વિદેશી હૂંડિયામણ મળે.વધુમાં, મેશ્વો નદી અને ડેમના કિનારે રિવરફ્રન્ટ વિકસાવવા, વોટર સ્પોર્ટ્સ અને ઈકો-ટૂરિઝમની તકો ઊભી કરવા માગણી કરી છે.જિલ્લા કોંગ્રેસના મતે, આ પ્રોજેક્ટથી સ્થાનિક યુવાનોને રોજગારી મળશે અને અરવલ્લી જિલ્લો માત્ર ‘ટ્રાન્ઝિટ પોઈન્ટ’ મટીને એક આંતરરાષ્ટ્રીય પ્રવાસન હબ બનશે. આ સાથે મેશ્વો ડેમ પ્રોજેક્ટના વિસ્થાપિતોના પુનઃવસન માટે પણ તાકીદે જોગવાઈ કરવાની માગ કરવામાં આવી છે. આ બાબતે રજૂઆત નાણામંત્રી , વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષારભાઈ ચૌધરી અને કલેક્ટરશ્રી ને પણ રજૂઆત કરવામાં આવી છે અને આગામી બજેટમાં આ અંગે નક્કર જાહેરાત આગામી બજેટમાં કરવામાં આવે.

Back to top button
error: Content is protected !!