MORBI:મોરબીની નવયુગ કોલેજ દ્વારા ભવ્ય સ્પેસ એક્સિબિશન યોજાયું.
MORBI:મોરબીની નવયુગ કોલેજ દ્વારા ભવ્ય સ્પેસ એક્સિબિશન યોજાયું.
રિપોર્ટ – મોરબી શહેરની નામાંકિત કોલેજ દ્વારા પટેલ સમાજ વાડી ખાતે નવયુગ કોલેજ દ્વારા દ્વિ દિવસીય સ્પેસ એક્સિબિશન નું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું.. આ એક્સિબિશન માં સમગ્ર મોરબી જિલ્લામાં વિવિધ સ્કૂલ અને કોલેજ દ્વારા ૫૦ જેટલી અવકાશ ને લગતી કૃતિઓ પ્રદર્શન રાખવામાં આવેલું.
આ દ્વિદિવસીય સ્પેસ એક્ઝિબિશન માં ISRO ના વરિષ્ઠ વૈજ્ઞાનિકો ડૉ. જે. જે. રાવલ, એસ. એલ. ભોરણીયા, એન્જિયનર જયંત પી. જોશી, ISRO સાયન્ટીસ્ટ, પ્રો. (ડૉ.) હિતેશ માંડવીયા, દીપેન કુમાર ભટ્ટ, વિનોદ એમ. પટેલ ISRO સાયન્ટીસ્ટ, નીરવ પટેલ ISRO સાયન્ટીસ્ટ જેવા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તેઓએ યુવાનો અવકાશીય વિજ્ઞાન પ્રત્યે વધુ રસ રુચિ કેળવે એ અંગે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળકોને સર્ટિફિકેટ આપી પ્રેરણા પૂરી પાડવામાં આવી. પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવનાર બાળકને આકર્ષક ગિફ્ટ આપવામાં આવી.
મોરબી શહેરમાં શિક્ષણ ક્ષેત્ર હરહંમેશ કઈક નવું અને ઇનોવેટિવ કરવા માટે તત્પર રહેતા એવા પી. ડી. કાંજીયા સાહેબની સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. જેમના માર્ગદર્શન અને સૂચિકા હેઠળ આ ભવ્ય કાર્યક્રમે સુંદર મજાનું સ્વરૂપ લીધું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ કોલેજની તમામ ફેકલ્ટી તથા આચાર્ય શ્રી વોરા સાહેબએ જેહમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.