BHUJGUJARATKUTCH

૧૫ દિવસીય સઘન કાર્યક્રમ અંતર્ગત સમગ્ર જિલ્લામાં સેલ્ફી કેમ્પેન યોજાયું

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ, તા-27 એપ્રિલ  : લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ બાબતે વિવિધ પ્રવૃત્તિઓ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અમિત અરોરા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા ૧૫ દિવસીય મતદાન જાગૃતિ કાર્યક્રમ અન્વયે સમગ્ર જિલ્લામાં સેલ્ફી કેમ્પેનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જિલ્લામાં સેલ્ફી કેમ્પેનના કાર્યક્રમ હેઠળ વિશેષ રૂપે ફર્સ્ટ ટાઈમ વોટર તેમજ યુવા વોટરોમાં મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી તંત્ર તૈયાર કરવામાં આવેલા વિશેષ સેલ્ફી પોઇન્ટ કે જે દરેક વિધાનસભા વિસ્તારોમાં મુકવામાં આવ્યા છે ત્યાં મોટા પ્રમાણમાં યુવાનોએ સેલ્ફી પડાવીને મતદાન માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.સમગ્ર અભિયાનમાં 3000 કરાયું વધુ યુવા મતદારો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન TIP નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે.પ્રજાપતિના નેજા હેઠળ SVEEP નોડલ અધિકારી શ્રી બી.એમ.વાઘેલા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!