GUJARATLUNAWADAMAHISAGAR

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નેહા કુમારીએ લુણાવાડા ખાતે મતદાન કર્યું

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નેહા કુમારીએ લુણાવાડા ખાતે મતદાન કર્યું

 

લોકશાહીના પર્વમાં ભાગીદાર બનીને વધુમાં વધુ મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરનો અનુરોધ

મહીસાગર જિલ્લાના લુણાવાડા કિસાન માધ્યમિક વિધ્યાલય ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર  નેહા કુમારીએ મતદાન કર્યું હતું અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર  નેહા કુમારીએ સૌને મતદાન માટે અપીલ કરતા જણાવ્યું હતું કે, “મે આજે મતદાન કરી લોકશાહીમાં ભાગીદારી નોંધાવી છે. મહીસાગર જિલ્લાના સૌ નાગરિકો પણ આવો અને વોટીંગ કરી લોકશાહીમાં ભાગીદાર બની આપના અધિકારનો ઉપયોગ કરો.” તેમણે આ મહાપર્વમાં ભાગ લઈ વધુમાં વધુ મતદાન કરવા માટે જાહેર અપીલ કરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!