BODELICHHOTA UDAIPURGUJARAT

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયાના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન માટે નિમવામાં આવેલા નોડલ અધિકારીશ્રીઓની બેઠક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ નોડલ અધિકારીઓને પરસ્પર સંકલનમાં રહીને આ ચૂંટણી મૂકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તથા સોંપવામાં આવેલી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા જણાવ્યું હતુ.

આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ કમિટીના નોડલ અધિકારીશ્રીઓએ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે તેમના દ્વારા કરેલ કામગીરી તથા કરવાની થતી કામગીરી વિશે પ્રેઝન્ટેશન રજૂ કરીને જાણકારી આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિનકુમાર, નિવાસી અધિક કલેકટરશ્રી શૈલેષ ગોકલાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.બી.ચૌધરી, પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ સહિત વિવિધ કમિટીના નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!