ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં વધુમાં વધુ મતદાન કરાવવા જિલ્લા ચૂંટણી તંત્ર તત્પર : મોટી સંખ્યામાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં વધુમાં વધુ મતદાન કરાવવા જિલ્લા ચૂંટણી તંત્ર તત્પર : મોટી સંખ્યામાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે અરવલ્લી જિલ્લામાં વધુ મતદાન થાય તે હેતુથી વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ કાર્યરત છે. લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અન્વયે અરવલ્લી જિલ્લામાં લોકોમાં મતદાન જાગૃત્તિ અંગે પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજી મતદાન જાગૃતી ફેલાવવા પ્રયાસો કરવામાં આવ્યા છે.

જિલ્લામાં લોકોને તેમના એક મતની કિંમત સમજાવવા રન ફોર વોટ, સાડી વોકેથોન , શપથ કાર્યક્રમ, સિગ્નેચર કેમ્પેઈન, રંગોલી, મહેંદી, સ્ટેમ્પ વિતરણ, ફિલ્મી પોસ્ટર , સાયકલ રેલી, બાઈક રેલી, ક્રિકેટ ટુર્નામેન્ટ, નાટક, ગરબા, ફ્લેશ મોબ , નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ક્વિઝ જેવી અવનવી રીતો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અપનાવવામાં આવી છે.

દિવ્યાંગ અને વૃદ્ધ લોકોને મતદાનની ટક મળી રહે તે માટે હોમ વોટિંગ પણ કરવામાં આવ્યું છે. શ્રમયોગીઓ પણ મતદાનમાં જોડાઇ શકે તે માટે તેમને પણ સવેતન રજા અપાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લામાં મતદારોની સુવિધા માટે તમામ મતદાન મથકોને પણ પ્રાથમિક સુવિધાઓથી સજજ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ જિલ્લામાં સખી મતદાન મથક, યુવા મતદાન મથક, આદર્શ મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથક સહિત ઈકો ફ્રેન્ડલી મતદાન મથક પણ તૈયાર કરવામાં આવ્યા છે.

” એક વોટ નહીં આપુ તો શું ફેર પડશે?? ના વિચારો કે ના કરો આવા તર્કબંધન, બસ એટલે જ તો કહેવાય છે,જે મત કરે તેને વંદન ” તો આપને પણ કોઈ પણ પ્રકારના બહાના છોડી અવશ્ય પોતાનો મોંઘેરો મત આપી આ લોકશાહીના પર્વમાં ભાગીદાર બનીએ. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન પ્રક્રિયામાં વધુમાં વધુ નાગરિકોને સહભાગી થવા તેમજ વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અને કરાવવા અનુરોધ કરવામાં આવે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!