જૂનાગઢ તા.૧૯, જિલ્લા રોજગાર વિનિમય કચેરી-જૂનાગઢ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ શુભાંગ પ્રોડક્ટ્સ કું. તેમજ એસ.બી.આઇ. લાઇફ ઇંસ્યુરન્સ કંપની એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ હેલ્પર ઓપરેટર તથા લાઇફ મીત્રની જગ્યાઓ માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા તેમજ એસ.એસ.સી. કે તેથી ઓછુ, આઇ.ટી.આઇ. કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે ભરતી મેળો યોજાશે.અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી’ વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે તા.૨૨/૧૦/૨૦૨૪ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ