
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં સહકારી મંડળીઓના સેક્રેટરીઓને કોમન સર્વિસ સેન્ટર એક્ટીવ કરવા બાબતે માર્ગદર્શન આપતા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું.
આંતરરાષ્ટ્રીયતા સહકારિતા વર્ષ -૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે યોજાયો સેમિનાર
અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીયતા સહકારિતા વર્ષ -૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે સહકારી મંડળીઓના સેક્રેટરીઓ ને કોમન સર્વિસ સેન્ટર એક્ટીવ કરવા બાબતે માર્ગદર્શન આપતા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું.
ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, અરવલ્લીની કચેરીના ઉપક્રમે સેક્રેટરીઓની તાલીમ તા.૨૦/૦૫/૨૦૨૫ના રોજ ધી અરવલ્લી જિલ્લા સહકારી સંઘ ખાતે મોડાસા તાલુકાની પેક્સ મંડળીઓના મંત્રીઓનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણ, બેંકના ચીફ એઝિક્યુટીવ ઓફિસર એચ પી નાયક , જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ તથા નાબાર્ડના ડીડીએમ મનોજ હીર ચંદાણી દ્વારા તાલીમ વર્ગનું દીપ પ્રગટાવીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું. અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મોડાસા તાલુકાના સહકારી મંડળીઓના સેક્રેટરીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધેલ છે.
માન. વડાપ્રધાનના સહકાર-થી-સમૃદ્ધીના સંકલ્પને સાકાર કરવા માટે ભારત સરકારના સહકાર મંત્રાલયના “સહકાર-સે-સમૃદ્ધી” અંતર્ગત કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે. આ તમામ અંગે ભારત સરકારના સહકાર મંત્રાલય કક્ષાએથી નિયમિત સમીક્ષા કરવામાં આવે છે, જે અંતર્ગત પેક્સ કોમ્પ્યુટરાઈઝેશન માટે પસંદ કરાયેલા તમામ પેક્સ મંડળીઓમાં કોમન સર્વિસ સેન્ટર (CSC) શરૂ કરી નિયમિત કામગીરી થાય તે માટે જાગૃતિ તથા પ્રચાર-પ્રસાર અર્થે કાર્યક્રમ નું આયોજન મોડાસામા અરવલ્લી જિલ્લા રજીસ્ટાર કચેરી દ્વારા કરવામાં આવેલ હતું .આ પછી જિલ્લામાં હવે પછી તબક્કાવાર બાયડ, ધનસુરા, માલપુર, મેઘરજ અને ભિલોડા ખાતે પણ આવા સી.એસ.સી કાર્યક્રમો યોજાનાર છે.





