હાલોલના ચંદ્રપુરા ચોકડી પાસેથી દારૂના કટીંગ સમયે જિલ્લા LCB પોલીસે કરી રેડ,52,23,160 રૂ.ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૭.૧.૨૦૨૬
પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસ એ બાતમીના આધારે હાલોલ ટાઉન પોલીસ ને સાથે રાખી આજે શનિવારના રોજ હાલોલના ચંદ્રપુરા ચોકડી વિસ્તાર માંથી વિદેશી દારૂના કટીંગ સમયે છાપો મારતા વિદેશી દારૂનો 34.13 લાખ જથ્થો,10 લાખ નું આઇસર કન્ટેનર, ચાર ચાર લાખના બે પીકપ ડાલા, 5000/- મોબાઈલ 4400/- રોકડા સાથે એક આરોપીને ઝડપી પાડી પાંચ આરોપીઓ સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી તપાસ હાથધરી છે.પોલીસ સૂત્રો દ્વવારા પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા એલસીબી પોલીસને પાકી બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના ચંદ્રપુરા ઔધોગિક વિસ્તાર માં એક ખાનગી કંપની પાસે એક ઇન્ડિયન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના લખાણવાળા આઇસર કન્ટેનર માંથી વિદેશી દારૂ નો જથ્થો ઉતારી બીજા અન્ય વાહનો મંગાવી કટિંગ કરવાની પેરવીમાં છે તે બાતમીના આધારે હાલોલ ટાઉન પોલીસ ને સાથે રાખી છાપો મારતા બનાવ સ્થળે ભાગદોડ મચી જવા પામી હતી. રેડ દરમ્યાન કેટલાક ઈસમો અંધારાનો લાભ લઈ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.જોકે કન્ટેનર ચાલક પ્રકાશસીંગ પુનમસિંગ રાવત રાજપૂત રહે. દોકૂંડી,રાજસમંદ રાજસ્થાન પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.પોલીસે વાહનોમાં તપાસ કરતા વીસ્કી અને બિયર મળી કુલ 742 પેટીઓ રૂપિયા 34,13,760/- નો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 10 લાખ નું આઇસર કન્ટેનર, ચાર ચાર લાખના બે પીકપ ડાલા, 5000/- મોબાઈલ 4400/- રોકડા મળી કુલ 52,23,160/- નો મુદ્દામાલ કબ્જે કરી કન્ટેનર ના ચાલક સહીત પાંચ આરોપીઓ સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી તપાસ હાથધરી છે.










