GUJARATHALOLPANCHMAHAL

હાલોલ-ચંદ્રપુરા જીઆઈડીસી વિસ્તારમાં દારુના કર્ટીગ પર જિલ્લા LCB પોલીસની રેડ, 44 લાખનો વિદેશી દારુ ઝડપાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૭.૧૨.૨૦૨૪

હાલોલના ચંદ્રપુરા જીઆઇડીસી વિસ્તારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ નું કટીંગ સમયે એલસીબી ગોધરા પોલીસ ત્રાટકી 44.55 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 16 લાખના વાહનો સાથે એક મોબાઈલ દારૂને છુપાવવા માટે રાખેલ ચણાની ભૂકી,અને પૈવા ની બોરી સહીત રૂપિયા 60 હજાર અન્ય ચીજ વસ્તુ મળી કુલ રૂપિયા 61.15 લાખનો મુદ્દામાલ કબ્જે કરી હાલોલ તેમજ કુંપાડિયા ના મુખ્ય બુટલેગર સહીત સાત ઈસમો સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર જીલ્લા એલસીબી પોલીસ ની ટીમ ગત રોજ હાલોલ ખાતે પેટ્રોલિંગ માં હતી. દરમ્યાન બાતમીદાર દ્વારા પાક્કી બાતમી મળી હતી કે હાલોલ થી સાવલી જવાના રોડ ઉપર ચંદ્રપુરા જીઆઇડીસી માં મોફલેક્સ કંપનીના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં હાલોલ ના પાવાગઢ રોડ પર મોઘવાડામાં રહેતો મોહસીન મુસ્તાક શેખ તથા હાલોલ તાલુકાના કુંપાડિયા ગામે રહેતો ભરતભાઈ કનુભાઈ ગોહિલ નાએ વિદેશી દારૂ ભરેલી ટ્રક મંગાવી દારૂનું કટીંગ કરે છે તે બાતમીના આધારે પોલીસે છાપો મારતા પોલીસ ની ગાડીની લાઈટ જોઈ કેટલાક ઈસમો રાત્રીના અંધકારમાં ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.જોકે પોલીસે સ્થળે પોહચી તપાસ કરતા એક ટાટા એલપી ટ્રક, ટાટા એસી મેગા ફોર વીલ ગાડી, મહિંદ્રા બોલેરો મળી આવેલ તપાસ કરતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ તથા બિયર ટીન ની 981 પેટીઓ નો જથ્થો મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી.પોલીસે રૂપિયા 44,55,840/- નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો 10 લાખ ની એલપી ટ્રક, 2 લાખ ની ટાટા એસીઈ મેગા ફોર વીલ ગાડી, 4 લાખ ની મહિંદ્રા બોલેરો ગાડી તેમજ દારૂના જથ્થાને સંતાડવા માટે રાખેલ રૂપિયા 45000/- ના પૌંઆની બોરીઓ નંગ 40, રૂપિયા 4500/- ચણાની ભૂકીની બોરી નંગ 40 રૂપિયા 10000/- ના મોબાઈલ નંગ બે મળી કુલ 61,14,840/- નો મુદ્દામાલ કબ્જે કરી મોહસીન મુસ્તાક શેખ રહે.હાલોલ,ભરત કનુભાઈ ગોહિલ રહે કુંપાડિયા સહીત ટાટા એલપી ટ્રક, ટાટા એસીઈ મેગા ફોર વીલ ગાડી, મહિંદ્રા બોલેરો ગાડીઓના ચાલાક અને સ્થળ પર થી મળી આવેલા બે મોબાઈલ ના વપરાશકારો મળી કુલ સાત આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.હાલોલ ખાતે એક સ્થળેથી આટલી મોટી માત્રામાં ગોધરા એલસીબી પોલીસ ની ટીમે ઝડપી પાડતા પંચમહાલ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.જોકે પોલીસ રેડ દરમ્યાન એક પણ આરોપી સ્થળ પરથી ન ઝડપાતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા.

Back to top button
error: Content is protected !!