BHARUCHGUJARATNETRANG

પ્રા. શાળા મોરિયણા અને એસ. આર. એફ ફાઉન્ડેશન દ્વારા એક વિશેષ વાલી સ્નેહ્મિલન કાર્યક્ર્મનુ આયોજન શાળામા કરવામાં આવ્યું.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૩૦/૦૬/૨૦૨૪

રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કરવામા આવ્યો અને આંગણવાડી, બાલવાટીકા અને ધોરણ ૧નાં બાળકોને શાળામાં પ્રવેશ અપાવામા આવ્યો હતો. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાઇ છે. શાળા પ્રવેશોત્સવના પરિણામે આજે 100% બાળકો શાળામા નામાંકન થયા છે. શાળામા એસ. આર. એફ ફાઉન્ડેશન દ્વારા ઉપલબ્ધ સુવિધઓને જેવી કે સ્માટ વર્ગો, સોચાલયમાટે ગર્લ્સ અને બોયસ માટે અલગ સુવિધા, પાણીની સુવિધા, વિગેરે લિધે આજે બાલવાટિકા 21 અને અન્ય ગામોમાથી થી પણ બાળકોએ શાળામા પ્રવેશ મેળવ્યો છે.

એજ હેતુને પ્રાપ્ત કરવામાટે પ્રા. શાળા મોરિયણા ના આચર્ય દિવાંનજીભાઇ વસાવા, શાળા સ્ટાફ તેમજ એસ. આર. એફ ફાઉન્ડેશન દ્વારા ગામના કોઇ બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય અને ગામના દરેક બાળને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ હેતુને સીધ કરવા શાળા પરિવાર દ્વારા એક નોવો અભિગમ કરવામા આવ્યો હતો.

જેમા શાળાના શિક્ષકો દ્વારા દરેક બાળકોના વાલીઓ અને ગામના આગેવાનો, ગામના મુખ્ય વ્યક્તિ એવા સરપંચ રાજેશભાઇ વસવા, શાળા વ્ય્વ્સથાપન ના અધ્યક્શ ગોતમીબેન અને એસ. આર. એફ ફાઉન્ડેશન ના સિનિયર અધિકરિ નિશા જુનેજાની ઉપસ્થિતીમા વાલી સ્નેહ્મિલન કાર્યક્ર્મનુ આયોજન કરવામા આવ્યુ જેમા કુલ ૧૭૨ જેટેલા લોકો ઉપસ્થિતિ રહ્યા હતા. જેમા મુખ્યતવે ગામના દરેક બાળક ગામની શાળામા નામાંકન થાય અને દરેક બાળક એક સારું શિક્ષણ મળે એ સુનિચિત શાળા દ્વારા કરવામા આવ્યુ. શાળા આચર્ય દિવાંનજીભાઇ વસવા એ શાળાની વિસ્તૃત માહિતી આપી હતી. વધુમા નવી શિક્ષણનિતિ બાબતે ચર્ચા કરવામા આવી હતી. તેમજ શાળાના વિકાસ માટે, શાળાની દેખરેખ, શાળાની હાજરી, નિયમિત બાળકોનુ ગ્રુહુ કાર્યની ચાક્સણી અને સ્વચ્છતા પર વાત કરવામા આવી.

એસ. આર. એફ ફાઉન્ડેશન ના સિનિયર અધિકરિ નિશા જુનેજાએ બાળકોના વિકાસ અને શાળાના વિકાસમા યોગદાન આપવા ગામના વાલીઓને કરી અને દરેક ગામના નાગરિકોએ ખાતરી આપી શાળા ના વિકાસ મા યોગદાન આપવા.

 

 

 

 

 

Back to top button
error: Content is protected !!