BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ જિલ્લાના વાલીયાશ્રી રંગ નવચેતન વિધાલયના શિક્ષક શ્રી હિરેનકુમાર દિહેણીયાને જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક


***
*ગણિત વિજ્ઞાન જેવા અઘરા વિષયોને ગીત- સંગીત સાથે સાંકળીને અભ્યાસ કરાવવો તેમની આગવી ઓળખ*
***
ભરૂચ – બુધવાર- દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ ૦૫ મી સપ્ટેમ્બરને દેશભરમાં ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવામાં આવે છે. કોઈપણ માણસની સફળતા પાછળ શિક્ષકનો મોટો ફાળો હોય છે. આપણને એકડો ઘૂટવાની સાથે શરૂઆત કરીને છેલ્લું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી શિક્ષક સતત પ્રયત્નશીલ રહેતો હોય છે.
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શિક્ષક દિન નિમિત્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય પારિતોષિક એવોર્ડ માટે શ્રેષ્ઠ શિક્ષકોને જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવામાં આવે છે ભરૂચ જિલ્લામાં આવતીકાલે ૧૨ જેટલા શિક્ષકોને તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવશે. આજે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ મેળવનાર એક એવા શિક્ષકની વાત કરવી છે જેમણે

શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરીને વિદ્યાર્થીઓના ભવિષ્યનું નિર્માણ કરવામાં એક શિક્ષકનો મહત્તમ ફાળો હોય છે. આવા જ એક શિક્ષક કે જેઓ પોતાની શાળામાં શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી બાળકોના ઉજળા ભવિષ્ય માટે કાર્યરત છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત કે શ્રી રંગ નવચેતન વિદ્યામંદિર, વાલીયાના શિક્ષક હિરેનકુમાર દિહેણીયાને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનિત કરાશે.
હિરેનકુમાર દિહેણીયાને વર્ષ ૨૦૦૮ થી ગણિત-વિજ્ઞાનના શિક્ષક તરીકે કાર્યરત છે, તેઓ છેલ્લા ૧૬ વર્ષથી આ શાળામાં ફરજ બજાવી રહ્યા છે. શિક્ષણકાર્ય તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા નિતનવા પ્રયોગો થકી તેઓ બાળકો અને ગ્રામજનોના પ્રિય છે. ગત વર્ષે ધો.૧૦માં શાળાનું પરિણામ ૯૩ ટકા જેમાં વિજ્ઞાન –ગણિત વિષયમાં ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું હતું. સામાજ સેવા સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રહેતા શિક્ષક હિરેનકુમારે ગણિત- વિજ્ઞાન જેવા અઘરા વિષયોને સરળ- સચોટ રીતે ગીત – સંગીતને અધરા મુદ્દાઓ સાથે સાંકળીને ભણાવે છે. સરકારી કાર્યક્રમોમાં પણ સક્રિય રીતે ભાગ ભજવીને કામગીરી કરી રહ્યા છે. વર્ષ ૨૦૨૩માં સમગ્ર ભારત દેશમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તેમણે શહીદોને વિરાંજલી માટેના દેશભક્તિને પોષતા કાર્યક્રમમાં સમાજમાં દેશભક્તિની ભાવના કેળવાય, આઝાદી પાછળ રહેલા બલિદાનનો મર્મ લોકો સુધી પહોચે તે માટે દેશભકિત ગીતો દ્નારા ગામે ગામ પ્રચાર – પ્રસારની કામગીરી કરી હતી.
વધુમાં, લોકસભા ચૂંટણી દરમ્યાન તેમણે મતદાન જાગૃતિ અભિયાન – ૨૦૨૪માં સ્વિપ ટીમમાં રહી સ્વરચિત ગીતો દ્વારા ખૂબ સક્રિય રીતે મતદાન જાગૃતિ અન્વયે પ્રચાર કર્યો હતો. જેની કાર્યસિધ્ધીને નોંધ લઈ વહીવટીતંત્ર દ્નારા તેમની સરાહના કરી હતી. બાળકો અને જરૂરીયાતમંદ લોકો લોકો સુધી પહોચવા તેમણે hirendihenia નામની youtube ચેનલ બનાવી છે તેના પર ગણિત અને વિજ્ઞાનના અધરા અને અગત્યના મુદ્દાઓ સાંકળીને કંન્ટેન્ટ ક્રિટેટર તરીકે તેમણે કામગીરી કરી રહ્યા છે.
તેમને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી દ્વારા વર્ષ ૨૦૨૩માં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. સાથે રિલાયન્સ નવરાત્રી મહોત્સવ ભરૂચ – ૨૦૨૩માં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ તેમને શ્રેષ્ઠ સંગીતકાર તરીકેનો પણ એવોર્ડ મળેલ છે, આમ પોતે દિવ્યાંગ કર્મચારી હોવા છતાં આટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.
શાળામાં ટ્રસ્ટીગણ, આચાર્યશ્રી, સહ કર્મચારીગણ અને વિદ્યાર્થીઓમાં તથા વાલીયા ગામમાં પણ તેઓ ખૂબ લોકપ્રિય રહ્યા છે. શાળાના આ શિક્ષકની સિદ્ધિએ સમગ્ર શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે એ માટે આચાર્યશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

આ ઉપરાંત, આજના દીવસે પ્રાથમિક શાળા, પાનોલી, તા. અંકલેશ્વર, જિ. ભરૂચ શાળાના શિક્ષક શ્રી પ્રદિપકુમાર સુભાષચંદ્ર દોશી, ઝેનિથ હાઈસ્કૂલ, અંકલેશ્વર, તા. અંકલેશ્વર, જિ. ભરૂચ શ્રી શિક્ષક શ્રી અફરોઝ મોહંમદભાઈ ઢસા-ઉચ્ચતર માધ્યમિક શિક્ષક, HTAT આચાર્ય પ્રાથમિક કન્યા શાળા, રાજપારડી, તા. ઝઘડિયા, જિ.ભરૂચનાઓ શિક્ષકશ્રી વિપુલભાઈ ચંદુભાઈ રોહિત – HTAT આચાર્ય પ્રાથમિક કન્યા શાળા, રાજપારડી, તા. ઝઘડિયા, જિ.ભરૂચને જિલ્લાકક્ષાનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ થનાર છે.
***
સમીર પટેલ

ભરુચ

Back to top button
error: Content is protected !!