જૂનાગઢ તા.૨૧ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર ના અધ્યક્ષ સ્થાને જીલ્લા કક્ષાનો ભૂલકા મેળો-૨૦૨૪ યોજાયો હતો.બાળકોના પુર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કાર્યકર તેડાગર માતા-પિતા અને સમુદાયના લોકોને બાળ ઉછેરમાં તેમની ભૂમિકા સમજાવવા અને પુર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જન જાગૃતિ માટે.આ ભૂલકા મેળા નું આયોજન કરવામાં આવેલ હતું . જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમરે જણાવ્યુ હતુ કે,બાળક એ આવતીકાલ નું ભવિષ્ય છે.તેમજ યોગ્ય પોષણ યુક્ત આહાર બાળકોને આપવો જોઈએ.તેમજ શ્રીઅન્ન(મીલેટસ)નો ઉપયોગ કરીને તેમજ આંગણવાડી કક્ષાએ આપવામાં આવતા ટેક હોમ રેશન(પુરક પોષણ)નો લાભ વધુ અને વધુ માત્રામાં મળે તેવા પ્રયાસો કરવામાં આવે.આંગણવાડી કક્ષાએ કાર્યકર/હેલ્પર દ્વારા જે માતા-યશોદા જેવી કામગીરી કરવામાં આવે છે.તે ખુબ સરાહનીય છે.તેમજ માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કુપોષણ મુક્ત ભારતના નારા ને ચરિતાર્થ કરતા આપણે કુપોષણ સામેની આ લડાઈમાં દરેક બાળક સારા પ્રમાણમાં પોષણ યુક્ત આહાર ની સાથે સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવે તેમજ તેમના માતા-પિતા અને વાલીઓ આ બાબતે વધુ ને વધુ જાગૃત થાય તે ખુબ જરૂરી છે.ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ કણસાગરા,દ્વારા કાર્યક્રમને અનુરૂપ પોષણ યુક્ત આહારની સાથે સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ બાળકોના ઘડતર માટે ખુબ જરૂરી છે.તેમ જણાવ્યુ હતું.આ ભૂલકા મેળામાં પ્રોગ્રામ ઓફિસર શ્રી સુશ્રી વત્સલાબેન દવે દ્વારા સ્વાગત પ્રવચન અને બાળ વિકાસ યોજના અધિકારી શ્રી ગીતાબેન વણપરીયા એ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં કારોબારી સમિતિના ચેરમેનશ્રી દિલીપસિંહ સિસોદિયા, જીલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી કંચનબેન ડઢાણીયા, તેમજ દરેક તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી તેમજ અન્ય અધિકારીગણ તથા કર્મચારીગણ ઉપરાંત આંગણવાડી કાર્યકર,બાળકોના માતા-પિતા,વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ પ્રોગ્રામ ઓફિસરશ્રી આઈ.સી.ડી.એસ.શાખા,જિલ્લા પંચાયત જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ