BHARUCHGUJARATNETRANG

પીએમશ્રી શ્રીકૃષ્ણ આશ્રમશાળા થવામાં જિલ્લા કક્ષાનો કેરિયર ગાઈડન્સ સેમિનાર યોજાયો.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

પીએમશ્રી શ્રીકૃષ્ણ આશ્રમશાળા થવા તા.નેત્રંગ જી. ભરૂચ માં વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જિલ્લા કક્ષાનો કેરિયર કાઉન્સિલિંગ ગાઈડલાઇન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પીએમશ્રી શ્રીકૃષ્ણ આશ્રમશાળા થવા ,સરકારી હાઇસ્કૂલ ડેબાર,નુતન ગ્રામ વિધ્યાપીઠ થવા વિધ્યાર્થીઓ એમ માધ્યમિક,ઉચ્ચ માધ્યમિક તથા બી.આર.એસ.ના ૫૦૦ થી વધુ બાળકોએ આ સેમિનારનો લાભ લીધો. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએથી ચૈતાલીબેન પટેલ (IED કો-ઓર્ડીનેટર સમગ્ર શિક્ષા ભરૂચ)ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. બાળકો અભ્યાસ સાથે વોકેશનલ વિષય અભ્યાસના હેતુ અને પરિણામની સવિશેષ ચર્ચા કરી.

 

જેમાં પ્રવિણાબેન પરમાર (ગર્લ્સ એજ્યુકેશન સમગ્ર શિક્ષા ભરૂચ), નસીબ ગામીત DRP, કુસુમબેન વસાવા BRP એ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો. ઠાકોર ચૌધરી નિવૃત પ્રાધ્યાપક બિલપુરી (માસ્ટર ટ્રેનર એગ્રીકલ્ચર), નિકુંજ કામોઠી આશ્રમ શાળા રેલવા પ્રિન્સિપાલ (માસ્ટર ટ્રેનર એજ્યુકેશન) બંને માસ્ટર ટ્રેનરોએ કેરિયર ગાઈડન્સ અને કાઉન્સલીંગ અનેક ઉદાહરણ દ્રારા સારું પરિણામ ,લક્ષ પ્રાપ્ત કરવા કેવા પ્રકારનો અભ્યાસ કરવો,સફળ થવા અનેક પધ્ધતિ વર્તમાન પરિસ્થિતિ અંગે જાગૃતતા લાવવા શું કરવું ?શું ન કરવું ?એ અંતર્ગત માહિતી આપી. વિવિધ શૈક્ષણિક પ્રવાહો,સફર ઉદ્યોગ સાહસિક કઈ રીતે બનવું. એગ્રીકલ્ચરના વિવિધ ક્ષેત્રો, નોકરી માટેની પ્રતિબદ્ધતા, મોટીવેશનલ વાતો, વિવિધ વાર્તાઓ,દ્રષ્ટાંતો દ્વારા કારકિર્દીનું ઘડતર, વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોની ચર્ચા વગેરે જેવા મુદ્દાઓની સમજૂતી આ કાર્યક્રમમાં સુંદર માહિતી આપવામાં આવી. વાલીઓમાં જાગૃતતા લાવવા તારીખ ૧૨ માર્ચ ૨૦૨૫ના રોજ વાલીઓના સેમિનારનું આયોજન થયું. આ પ્રસંગે નાનાલાલ વસાવા (ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા ટ્રસ્ટી) હાજર રહ્યા હતા. આશ્રમ શાળાના આચાર્યા રંજનબેન વસાવા તથા સ્ટાફ મિત્રોએ આ કાર્યક્રમને સુંદર આયોજન કરી સફળ બનાવ્યો. ખરેખર કાર્યક્રમ ખૂબ જ સુંદર અને માહિતીસભર રહ્યો.

 

 

Back to top button
error: Content is protected !!