GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ઉત્કૃષ્ટ આધુનિક સારવારની નેમ સાથે શ્રેયસ હોસ્પિટલનો પ્રારંભ :બહાર શહેર માં જવું પડતું તેવી સારવાર ઉપલબ્ધ

 

MORBI:મોરબી ઉત્કૃષ્ટ આધુનિક સારવારની નેમ સાથે શ્રેયસ હોસ્પિટલનો પ્રારંભ :બહાર શહેર માં જવું પડતું તેવી સારવાર ઉપલબ્ધ

 

 

Oplus_131072

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ મોરબી

મોરબી માં મોરબી ના લોકો માટે સવાસ્થ્ય હિત માં શનાળા રોડ મોરબી ખાતે શ્રેયસ યુરોકર એન્ડ સુપરસ્પેશ્યલિટી હોસ્પિટલનો પ્રારંભ થયો. આ પ્રસંગે પ્રખ્યાત ભૂતપૂર્વ ઇન્ડિયન ક્રિકેટર શ્રી કરસન ઘાવરી દ્વવારા , મોરબી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શ્રેયસ હોસ્પિટલ, એ મોરબીના ખ્યાતનામ ડોક્ટર્સ એવા ડો. જયંતીભાઈ ભાડેસીયા, ડો. આર. એમ. ભૂત , ડો. અમિત ગામી અને ડો. સંજય રૂપારેલિયા નાં દૂરદૃષ્ટિનું પરિણામ છે. આ હોસ્પિટલ માં સુપરસ્પેશ્યલિટી ડોક્ટર્સ દ્વારા માર્ગદર્શન , નિદાન અને આધુનિક ઓપેરશનની સારવાર આપવામાં આવશે. યુરોલોજી વિભાગમાં કિડનીમાં થતી પથરી , રસી , કેન્સર, પ્રોસ્ટેટની તકલીફો અને પુરુષ વ્યંધ્યત્વની સારવાર માટે ,ડો. પ્રતિક શાહ, ડો. પાર્થરાજસિંહ જાડેજા, ડો. નરેશ સાપરીયા અને ડો. યશ ટીલાળાની સેવાઓ મળશે. યુરોલોજિસ્ટ ટીમ અત્યાધુનિક એંડોસ્કોપિક અને લેપરોસકોપી સર્જરીની નિષ્ણાંત છે. આ ઉપરાંત વાળ-ટાલની બીમારી માટે હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. ઓમદેવસિંહ ગોહિલ દ્વારા સારવાર મળશે. શ્રેયસ હોસ્પિટલ ખાતે ,આ ઉપરાંત ગૅસ્ટ્રોલોજી, ગૅસ્ટ્રોસર્જરી, પ્લાસ્ટિક સર્જરી , પિડિયાટ્રિક સર્જરી, કેન્સર સર્જરી, બેરિયાટ્રિક સર્જરી( વજન ઘટાડવાની સર્જરી ) ના એક્સપર્ટ અને અનુભવી ડોક્ટર્સની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. શ્રેયસ હોસ્પિટલના આ સાહસ માં રાજકોટની ગોકુલ હોસ્પિટલ, ગિરિરાજ હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ અને નારાયણી હોસ્પિટલ તેમજ ભુજની એકોર્ડ હોસ્પિટલ નો સહયોગ સાંપડેલ છે.

Back to top button
error: Content is protected !!