GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંતર્ગત કાલોલ તાલુકા ની બાકરોલ પ્રાથમિક શાળામાં પ્રિ વોકેશનલ પ્રવૃત્તિઓ યોજાઈ

 

તારીખ ૦૭/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ અંતર્ગત ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓં માટે ” પ્રિ વોકેશનલ “એજ્યુકેશનને શિક્ષણના અભ્યાસક્રમના વિષયો સાથે સમાવિષ્ટ કરી વિદ્યાર્થીઓને જીવંત અનુભવો ,વ્યવસાયકારો ,સ્થળ મુલાકાત અને વર્ચુયલ અનુભવો પુરા પાડીને તેમના પાયામાં જીવન કૌશલ્યો સાથે સાથે ભાવિ કારકિર્દીના સંદર્ભે પોતાની અભિયોગ્યતાને અનુરૂપ વોકેશનલ સ્કીલની દિશામાં આગળ વધવાના પ્રયાસો થઇ રહ્યા છે.તે અંતર્ગત બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકોના સહયોગ થકી તારીખ ૦૬/૦૩/૨૦૨૫ના રોજ કાલોલ આઈટીઆઈ ,રેફરલ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન ,ન્યાય મંદિર તેમજ શોપિંગ મોલની રૂબરૂ મુલાકાત લેવામાં આવી .આ સંસ્થાઓના માર્ગદર્શનના માધ્યમથી ભાવિ ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે વિવિધ ક્ષેત્રોથી વિધાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.જીવંત અનુભવો અને વિવિધ વ્યવસાયકારોની રૂબરૂ મુલાકાતથી વિદ્યાર્થીઓમાં રહેલી અભિયોગ્યતાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું .પ્રિ વોકેશનલ અંતર્ગત અગાઉ રાખડી બનાવવી,પતંગ બનાવવા, બાંધણીની ડિઝાઇન,ભરત ગૂંથણ,વાનગી સ્પર્ધા,સ્થાનિક ક્ષેત્રીય મુલાકાતો તેમજ વિવિધ વ્યવસાયકારોની રૂબરૂ મુલાકાતોના માધ્યમથી વિદ્યાર્થીઓને જીવન કૌશલ્ય ઉપયોગી પ્રવૃત્તિઓને બાકરોલ પ્રાથમિક શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે.

 

Back to top button
error: Content is protected !!