નર્મદા : ગરૂડેશ્વર તાલુકામાં SSNNL મેદાન ખાતે પ્રજાસત્તાક દિને જિલ્લાકક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાશે

નર્મદા : ગરૂડેશ્વર તાલુકામાં SSNNL મેદાન ખાતે પ્રજાસત્તાક દિને જિલ્લાકક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાશે
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં આગામી તા.૨૬ મી જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ પ્રજાસત્તાક પર્વ જિલ્લાકક્ષાની ઉજવણી ગરૂડેશ્વર તાલુકાનાં વીર ભગતસિંહ પ્રા.શાળાના પાછળના ભાગમાં આવેલ SSNNL મેદાન ખાતે ઉજવણી થનાર છે. આ ઉજવણીના પૂર્વ આયોજન-તૈયારીઓના ભાગરૂપે આજરોજ જિલ્લા કલેકટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન નાયન કલેકટર વિધુ ખૈતાનએ જિલ્લાના સંબંધિત વિભાગોને સોંપવામાં આવેલ કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી હતી. જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં વિવિધ પ્લાટુનની સલામી, વિવિધ વિભાગોના ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ ક્ષેત્રો વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીને પ્રમાણપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે. રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંગેની તૈયારીઓ સહિત સમગ્ર કાર્યક્રમ શાનદાર રીતે યોજાય તે અંગે આયોજન અને અમલવારી કરવા કલેકટએ સંબંધિત વિભાગોને જણાવ્યું હતું.
બેઠક દરમિયાન કલેક્ટર એસ.કે.મોદીએ વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે સોંપાયેલી જવાબદારી અંગે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. વિવિધ વિભાગો દ્વારા દર્શાવવાના થતા ટેબ્લોમાં સરકારશ્રીની ફ્લેગશિપ યોજનાઓ અને લોક જાગૃતિને કેન્દ્રમાં રાખીને પ્રસ્તુતિ થાય તે જોવા ઉપર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમના દિવસે સ્થાનિક ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, અધિકારી-કર્મચારીઓ, સ્થાનિક સહકારી સંસ્થાઓ, વેપારી મંડળોને સહિત સ્થાનિક નાગરીકોને ભાગ લેવા અપીલ કરી હતી.




