GUJARATSABARKANTHA

“જિલ્લાકક્ષા અનુસૂચિત જનજાતી લોકનૃત્ય અને લોકવાદ્ય તાલીમ શિબિર ૨૦૨૪-૨૫”

“જિલ્લાકક્ષા અનુસૂચિત જનજાતી લોકનૃત્ય અને લોકવાદ્ય તાલીમ શિબિર ૨૦૨૪-૨૫”

કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને સાબરકાંઠા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા આયોજીત જિલ્લાકક્ષા અનુસૂચિત જનજાતી લોકનૃત્ય અને લોકવાદ્ય તાલીમ શિબિર ૨૦૨૪-૨૫ ચાલુ વર્ષે આયોજન થનાર છે.

રાજ્યના અનુસૂચિત જનજાતીના ૧૪ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ તેઓની કલા અને સંસ્કૃતિથી અવગત થાય અને અનુસૂચિત જનજાતીની સંસ્કૃતિ જળવાઇ રહે તેમજ યુવા વર્ગને અન્ય રાજ્યના યુવા વર્ગ સાથે સંસ્કૃતિનું આદાન પ્રદાન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે નવી બાબત અમલમાં મૂકી છે. શિબિરાર્થીઓની મહત્તમ સંખ્યા ૩૦ની છે. ૩૦ ની સંખ્યા કરતા વધુ અરજીઓ આવશે તો સમિતી દ્વારા પસંદગી આપી શિબિરમાં જોડાવા માટે જાણ કરવામાં આવશે. આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક શિબિરાર્થીઓએ પોતાના પ્રવેશપત્રો અત્રેની કચેરીથી મેળવી જન્મ તારીખના આધાર પુરાવા સહિત તા.૧૪/૦૮/૨૦૨૪ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ક્રિષ્ના હોસ્પિટલ કમ્પાઉન્ડ, સબ જેલરોડ, હિંમતનગર જિ.સાબરકાંઠા ખાતે મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક એખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!