દિવ્યાંગ નેત્રહીનો માટે જીલ્લા કક્ષાનો સ્પે. ખેલ મહાકુંભ – 2025 યોજાયો

14 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
રમત ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ ગાંધીનગર – સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર અને બનાસકાંઠા જીલ્લા વહીવટી તંત્રના માધ્યમથી એન.એ.બી ગુજરાત રાષ્ટ્રીય અંધજન મંડળ બનાસકાંઠા, પાલનપુર દ્વારા આયોજિત દિવ્યાંગ નેત્રહીનો માટે જીલ્લા કક્ષાનો સ્પે. ખેલ મહાકુભ – ૨૦૨૪ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પાલનપુર ખતે તા. 13/12/2025 અને 14/12/2025 દરમિયાન યોજાયો જેમાં એથલેટીક્સમાં ૧૦૦ મી. દોડ, લાંબી કૂદ, ગોળાફેક, ચક્રફેક, બરછી ફેંક અને ચેસ સ્પર્ધા તથા ક્રિકેટ જેવી રમતો માટે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ બધી રમતો જુનિયર ભાઈઓ અને બહેનો તથા સીનીયર ભાઈઓ અને બહેનો એમ ચાર વિભાગમાં યોજવામાં આવેલ હતી. જેમાં લગભગ ૩૦૦ થી વઘારે નેત્રહીન દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી મહેશભાઈ પટેલ પૂર્વ ધારસભ્ય અને પ્રમુખ એન.એ.બી., ઉપપ્રમુખ અનીલાબેન શાહ, શ્રી જયેશભાઈ પટેલ પ્રમુખશ્રી પબ્લિક વેલ્ફેર ટ્રસ્ટ પાલનપુર અને એન.એ.બી.ના તમામ હોદેદારો ઉપસ્તિત રહ્યા હતા સમગ્ર સ્પર્ધાનું આયોજન એન.એ.બી પાલનપુરના ઉપપ્રમુખ ડૉ. અતીનભાઈ જોશી અને જનરલ સેક્રેટરી શ્રી વનરાજસિંહ ચાવડાના નેતૃત્વ નીચે શ્રી ગૌરાંગભાઈ આચાર્ય અને સમગ્ર સ્ટાફે સફળતા પૂર્વક કરેલ હતું. આ સ્પર્ધામાં સમગ્ર બનાસકાંઠા જીલ્લાના નેત્રહીનોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ હતો. શ્રી જયેશભાઈ પટેલ પ્રમુખશ્રી પબ્લિક વેલ્ફેર ટ્રસ્ટ પાલનપુર દ્વારા ભાગ લેનાર પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ દરેક સ્પર્ધકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા.સમગ્ર સ્પર્ધાની વિશિષ્ટતાએ છે કે ૧૦૦ મી. દોડમાં નેત્રહીન સ્પર્ધકને આંખે બ્લાઈંડફોલ્ડ પહેરાવવામાં આવે છે અને સાથે નાના દોરડા પકડીને નોર્મલ વિદ્યાર્થી દીડે છે સામે દિશાની જાણકારી માટે ડ્રમ વગાડવામાં આવે છે. ચેસ સ્પર્ધામાં ચેસના કુકરા ઉપર સ્પેસ્યલ ઉપસાવેલા હોય છે જેને પારખીને રમત રમવામાં આવે છે અને ક્રિકેટમાં દડો અવાજ કરે તેવો હોય છે અને સ્ટમ્પ લોખંડના બનાવેલા હોય છે, જેથી દડો સ્ટમ્પને અડે કે તરતજ અવાજ આવે.






