DAHODGUJARAT

દાહોદ સ્માર્ટ સીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે જિલ્લા કક્ષાના રમતોત્સવનો રાજ્યકક્ષાના મંત્રીના હસ્તે શુભારંભ

તા.૧૯.૧૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ સ્માર્ટ સીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે જિલ્લા કક્ષાના રમતોત્સવનો રાજ્યકક્ષાના મંત્રીના હસ્તે શુભારંભ

પ્રાયોજના વહીવટદાર દાહોદની કચેરી હેઠળની શાળાઓમાં અભ્યાસ કરતાં આદિજાતિના બાળકોની જિલ્લા કક્ષાના રમતોત્સવનો રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે સ્માર્ટ સીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દાહોદ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.પ્રાયોજના વહીવટદાર દાહોદની કચેરી હેઠળની શાળાઓમાં અભ્યાસ કરતાં ૧૭૦૦થી વધુ આદિજાતિના બાળકોએ જિલ્લા કક્ષાના રમતોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. દોડની વિવિધ રમતો, બરછી ફેંક, ચક્ર ફેક, ગોળા ફેંક લાંબી કૂદ, ચેસ, યોગા વગેરે રમતોમાં બાળકોએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.આવનાર સમયમાં બાળકો સખત પરિશ્રમ થકી રમત ગમત ક્ષેત્રે ખૂબ જ નામના કેળવે એ માટે પ્રાયોજના વહીવટદા, દાહોદની કચેરી તમામ બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે.દાહોદ જિલ્લામાં પ્રાયોજના વહીવટદાર દાહોદની કચેરી હેઠળની શાળાઓમાં પ્રથમવાર જિલ્લા કક્ષાના રમતોત્સવનું આયોજન થયું તેમજ આ પ્રકારના રમતોત્સવના કાર્યક્રમ દર વર્ષે યોજાવા જેથી આદિજાતિના બાળકો રમત-ગમતમાં પોતાની આગાવી પ્રતિભા ખીલવી શકે તેવું પ્રાયોજન વહીવટદાર દેવેન્દ્રસિંહ મીણા પ્રકાશ મીના દ્વારા જણાવાયુ હતું.આ પ્રસંગે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પ્રાયોજન વહીવટદાર દેવેન્દ્રસિંહ મીણા , ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, પ્રાંત અધિકારી દાહોદ મિલિંદ દવે, અગ્રણી સ્નેહલભાઈ ધરીયા સહિત જિલ્લા વહીવટીતંત્રના સંબંધિત વિભાગના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!