GUJARATMEHSANAMEHSANA CITY / TALUKO

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તૃષાબેન પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્તરીય સ્પોર્ટસ કાર્યક્રમ યોજાયો

મહેસાણા તાલુકાના ૧૨૦ રમતવીરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ

વાત્સલ્યમ્ સમાચાર,બળવતસિંહ ઠાકોર,મહેસાણા

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તૃષાબેન પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્તરીય સ્પોર્ટસ કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર, મહેસાણા (માય ભારત) તેમજ આર.જે. ઇન્ટરનેશનલ પબ્લીક સ્કુલ દેદિયાસણ ના સહયોગથી આજરોજ આર.જે . ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે સ્પોર્ટસ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં મહેસાણા જિલ્લામાંથી બેચરાજી,ખેરાલુ તેમજ મહેસાણા તાલુકાના ૧૨૦ રમતવીરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમમાં કબ્બડ્ડી, ખો-ખો, લાંબીકૂદ તેમજ દોડ ન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતી.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તૃષાબેન પટેલ તથા ટ્રસ્ટીશ્રી યોગેશભાઈ પટેલના વરદ હસ્તે ટ્રોફી, મેડલ તેમજ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલા હતા. તેઓના દ્વારા વિજેતા રમતવીર જીવનમાં આગળ આવવા તેમ જ રમતગમત સ્પર્ધામાં વધુમાં વધુ યુવક યુવતીઓ ભાગ લે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ હતું
કબ્બડીમાં પ્રથમ વિજેતા ખેરાલુ યુવા કલબ, ખેરાલુ, ખો – ખો સ્પર્ધામાં આર.જે. ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રથમ વિજેતા તેમજ લાંબીકુદમાં હરિત મોદી, પટેલ વૃષ્ટી તેમજ દોડ રમતમાં અરમાન શેખ, પટેલ વૃષ્ટી પ્રથમ વિજેતા રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ તેમજ મહેસાણા તાલુકાના ડેલીગેટ શ્રી વસંતભાઈ પટેલ તેમજ આર.જે.ઇન્ટરનેશનલ ટ્રસ્ટીશ્રી યોગેશભાઈ પટેલ તેમજ અગ્રણી મહાનુભાવો અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.
અંતમાં આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નહેરુ યુવા કેન્દ્ર મહેસાણા ના રાષ્ટ્રીય યુવા કાર્યકરો કોમલ રાવલ અને અન્નુ પરમાર તેમજ અભિષેક ઠાકોર તેમજ રશ્મી શેખાવત અને પાયલ ઠાકોર વગેરે કાર્યકરો ખૂબ જ સહયોગ કરેલ છે એમ યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય ભારત સરકાર અંતર્ગત કાર્યરત માય ભારત નેહરુ યુવા કેન્દ્ર મેહસાણા દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!