GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં ‘‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ”શરૂ કરવામાં આવશે; તા.૧૧ મી માર્ચ સુધીમાં અરજી કરવી….

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

લાયકાત ધરાવતી  શાળાઓએ તા.૧૧ મી માર્ચ સુધીમાં અરજી કરવી

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં નવસારી જિલ્લામાં ‘‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ” શરૂ કરવામાં આવનાર છે. જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્વ નવસારી  દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ (DLSS) શરૂ કરવા માટે રસ ધરાવતી શાળાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

જે અન્વયે રમતના મેદાનો માટે ઓછામાં ઓછી ૩ એકર જમીન જેમાં શાળામાં ઉપલબ્ધ મેદાન અને ઇન્ડોર રમતની માળખાકીય સુવિધાઓ, ઓછામાં ઓછા ૨૦૦ વિદ્યાર્થીઓ ભાઈ-બહેનોના નિવાસ માટે હોસ્ટેલની સુવિધા,છેલ્લા ત્રણ વર્ષમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ કક્ષાએ પરિણામમાં સાતત્યપૂર્ણ દેખાવ, લધુત્તમ ૭૦ ટકા પરિણામ, પ્રાથમિક ખેલ સુવિધા અને વિકસિત મેદાન ઉપલબ્ધ હોય તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

લાયકાત ધરાવતી શાળાઓએ તા.૧૧/૦૩/૨૦૨૬ના કચેરી સમય દરમ્યાન આધાર-પુરાવા સાથે જિલ્લા રમત વિકાસ અધિકારી ઓફિસ નંબર 1/2, સેકન્ડ ફ્લોર જવાહલાલ નેહરુ શોપિંગ સેન્ટર, મોંઢ ધાચી પંચની  વાડી સામે, ગુજરાત સમાચાર ની બાજુમાં, દુધિયા તળાવ, નવસારી સરનામે રજી.એડી પોસ્ટ અથવા રૂબરૂ પહોચાડવાની રહેશે. આ અગાઉ અરજી કરેલ હોય તેઓએ પણ ફરજીયાત પુન: અરજી કરવાની રહેશે. આ અંગે વધુ વિગત માટે જીલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નવસારી ની કચેરીએ સંપર્ક કરવો…

તસ્વીર –પ્રતિકાત્મક

Back to top button
error: Content is protected !!