રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આદર્શ નિવાસી શાળા, દાંતા ખાતે 9 મી ઓગસ્ટ ને ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકતાં અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિવાસી ભાઈઓ, બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી. . આ પ્રસંગે ખેડબ્રહ્મા ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી નાયકો અને ક્રાંતિવિરોએ આપેલા બલિદાન અને યોગદાનને યાદ કરતાં જણાવ્યું કે આદિવાસી સમાજનો દિવ્ય અને ભવ્ય ઈતિહાસ રહેલો છે. તેમણે કહ્યું કે, આદિવાસીઓના પ્રશ્નોથી વાકેફ થઇ તેમના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબધ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપરનાં માનવ, જીવનસૃષ્ટિ, પશુ-પંખી અને પ્રકૃતિનાં સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાય છે.જોકે આજે યોજાયેલા વિશ્વ આદિવાસી દિવસ નિમિતે ટ્રાઇબલ ને લગતી વિવિધ યોજના ના લાભો તેમજ કેટલીક યોજના ના ચેક સાથે સિલાઈ મશીન જેવી સામગ્રી પણ વિતરણ કરવામાં આવી હતી જયારે આદિવાસી વિદ્યાર્થીઓ એ ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ તેમને પણ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે આરોગ્ય મંત્રી એ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષા રોપણ કર્યું હતું તેમજ સરકાર ની વિવિધ યોજના ના લગાવામાં આવેલ સ્ટોલ ની પણ મુલાકાત કરી હતી એટલુજ નહીં કોંગ્રેસ ની ન્યાય યાત્રા ને માફી માંગવાનો કાર્યક્ર્મ ગણાવ્યો.