GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટ  દ્વારા ગુજરાત નશાબંધી અધિનિયમ,૧૯૪૯ની કલમ-૧૪૨ હેઠળ જાહેરનામું બહાર પડાયું

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટ  દ્વારા ગુજરાત નશાબંધી અધિનિયમ,૧૯૪૯ની કલમ-૧૪૨ હેઠળ જાહેરનામું બહાર પડાયું

મહીસાગર જિલ્લામા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમ્યાન સમગ્ર મહીસાગર જિલ્લાના મતદારોને આદર્શ લોકશાહીની પ્રતિતી કરાવે તેવી શાંત, સ્વચ્છ અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તેવું વાતાવરણ સર્જવા, ચૂંટણી દરમ્યાન નશીલા પદાર્થેના ઉપયોગની અસર અને જાહેર જીવનને પરેશાન કરે તેવી શક્યતા નિવારવા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા તેમજ જાહેર શાંતિ અને સલામતી જળવાઇ રહે તે માટે દારૂ અને નશાયુક્ત પદાર્થેનું વેચાણ કે પીરસવાનું અટકાવવા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ  નેહા કુમારી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

મહીસાગર જિલ્લાના વિસ્તારમાં આવેલ દારૂ અને નશાયુક્ત પદાર્થેના વેચાણ માટેના પરવાના ધરાવનારાઓએ મહીસાગર જિલ્લાના વિસ્તારમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી દારૂ અને નશાયુક્ત પદાર્થેનું વેચાણ સ્થળ/દુકાન/ રેસ્ટોરન્ટન્ટ/ કલબ કે અન્ય કોઇપણ સ્થળ કે જ્યા દારૂ અને નશાયુક્ત પદાર્થેનું વેચાણ થતુ હોય તેવા સ્થળો બંધ રાખવા તથા અત્રેના જિલ્લાના તાલુકાઓની સરહદ/ સીમા પાડોશી રાજ્ય સાથે જોડાયેલ છે. સદર સરહદીય ગામોમાંથી તથા કડાણા ડેમના જળ માર્ગેથી દારૂની હેરફેર અત્રેના જિલ્લામાં થવાની શકયતા નકારી શકાય તેમ નથી જેથી અત્રેના જિલ્લાના સરહદી વિસ્તારના ગામોમાં દારૂની હેરફેર/વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવે છે.

હુકમનો ભંગ / ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ ગુજરાત નશાબંધી અધિનિયમ ૧૯૪૯ની કલમ-૬૮ તથા ૯૦ ની જોગવાઇ મુજબ તેમજ લોકપ્રતિનિધિત્વ (સુધારા) અધિનિયમ-૧૯૯૬ ધ્વારા દાખલ કરવામાં આવેલ લોકપ્રતિનિધિત્વ-૧૯૫૧ ની કલમ-૧૩૫(સી) મુજબ કેદ અથવા દંડ અથવા બન્ને શિક્ષાને પાત્ર થશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!