BHARUCHGUJARAT

હાંસોટ તાલુકા બી.આર. સી. કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 કતપોર ડિઝાસ્ટર હોલ, કન્યા શાળા ખાતે યોજાયું.

સમીર પટેલ, ભરૂચ

જી.સી.ઈ.આર ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ દ્વારા આયોજિત બી.આર.સી. કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 હાંસોટ તાલુકાની કતપોર કન્યા શાળા ડિઝાસ્ટર હોલ કતપોર ખાતે યોજવામાં આવ્યું હતું.હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન એસ.સોલંકીના અધ્યક્ષપણા હેઠળ કતપોર કન્યા શાળા ખાતે તાલુકાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું.કાર્યક્રમની શરૂઆત વંદેમાતરમ, દીપ પ્રાગટ્ય, પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન સી. આર.સી. કો -ઓર્ડિનેટર જીગ્નેશભાઈ પટેલએ કર્યુ હતું. બાળકોએ ખૂબ જ સુંદર સ્વાગતગીત રજૂ કર્યુ હતું. પધારેલ મહેમાનોનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું.બી. આર.સી.કો-ઓર્ડિનેટર અશોકકુમાર પટેલએ કાર્યક્રમની રૂપરેખા જાહેર કરી હતી. ત્યારબાદ હાંસોટ તાલુકા પ્રમુખ સંગીતાબેન સોલંકી દ્વારા રીબીન કાપી પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદબોધન શાળાના કન્વીનર સુભાષચંદ્ર પટેલએ કર્યુ હતું.આ પ્રસંગે હાંસોટ તાલુકા મહિલા મોરચાના પ્રમુખ ઉર્મિલાબેન પટેલ,કતપોર ગામના સરપંચ રાકેશભાઈ,હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ, તલાટી જય સોનાર, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સભ્ય પ્રકાશચંદ્ર પટેલ,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ઉપપ્રમુખ નિલેશ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સહમંત્રી હિતેન્દ્ર પટેલ,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ કારોબારી સભ્ય પરેશ પટેલ, હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી ભાવેશ પટેલ, કતપોર શાળાના માજી શિક્ષક ચંદ્રવદન પટેલ ઉપસ્થિત રહી ભાવિ બાળ વૈજ્ઞાનિકોને આશિર્વાદ પાઠવ્યા હતા. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો વિજ્ઞાન – ગણિત વિષયને લગતી કૃતિ રજૂ કરી હતી. બાળ વૈજ્ઞાનિકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય અને ગણિત – વિજ્ઞાન જેવા કઠિન વિષયોને કૃતિના માધ્યમથી સમજે, તે આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો મુખ્ય હેતુ છે.વિભાગ 1 ખોરાક, આરોગ્ય અને સ્વચ્છતા – કૃતિ – ગ્રીન બ્લડ પ્રાથમિક શાળા ઓભા, વિભાગ 2 પરિવહન અને સંદેશાવ્યવહાર – કૃતિ – લાઈફ સેવ કી તાલુકા કુમાર શાળા હાંસોટ,વિભાગ 3 કુદરતી ખેતી – કૃતિ – પ્રકાશ પિંજર પી. એમ. શ્રી શાળા આમોદ,વિભાગ 4 ગાંણિતિક મોડેલિંગ એન્ડ કોમ્પ્યુટર – કૃતિ – સ્માર્ટ લાઈટ કંટ્રોલ સિસ્ટમ કન્યા શાળા કતપોર, વિભાગ 5 ડિઝાસ્ટર મેનેજમેન્ટ – કૃતિ – આપત્તિ વ્યવસ્થાપન પ્રાથમિક શાળા ભક્તિનગર ઉપરોક્ત તમામ શાળાના માર્ગદર્શક શિક્ષકો તેમજ બાળ વૈજ્ઞાનિકોની શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી થઈ હતી જેઓ ભરૂચ જિલ્લા કક્ષાએ હાંસોટ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે એમ હાંસોટના બી.આર.સી. કો- ઓર્ડિનેટર અશોકકુમાર પટેલએ જાહેર કરી સૌને શુભકામનાઓ પાઠવી હતી.ત્યારબાદ સમાપન કાર્યક્રમમાં હાંસોટ તાલુકા વિકાસ અધિકારી સુહેલ પટેલ, આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી શૈલેષ ચૌધરી, ગૃપાચાર્ય,આચાર્યો વિશેષ ઉપસ્થિત રહયા હતા.તેઓના વરદહસ્તે નિર્ણાયકો તેમજ ભાવિ બાળ વૈજ્ઞાનિકોને આદિત્ય બિરલા ગ્રાસિમ સેલિયોલોજીક ખરચના સૌજન્યથી બાળકોને ટ્રોફી, મેડલ,દફતર તેમજ પાણી બોટલ આપવામાં આવી હતી. ભરૂચ ડાયટના લેક્ચરર તેમજ હાંસોટ તાલુકાના લાયઝન અધિકારી ડૉ.એમ.આર માવાણીએ શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે કન્વીનર સુભાષચંદ્ર પટેલ દ્વારા કુમાર શાળાના આચાર્ય બિપિન પટેલ તેમજ સમગ્ર એસ.એમ.સી શાળા પરિવાર વતી આભાર માનવામાં આવ્યો હતો.અંતે રાષ્ટ્રગાન કરી સૌ છૂટા પડ્યા હતા અને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને પૂર્ણ જાહેર કર્યો હતો.

Back to top button
error: Content is protected !!