
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મહિલા અને બાળ વિભાગની જિલ્લા દેખરેખ અને નિયંત્રણ સમિતિની બેઠક મળી
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકના અધ્યક્ષસ્થાને મહિલા અને બાળ વિભાગની જિલ્લા દેખરેખ અને નિયંત્રણ સમિતિની બેઠક મળી. બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલી મહિલા અને બાળ વિભાગની વિવિધ યોજનાઓની કામગીરીનો અહેવાલ મેળવવામાં આવ્યો.બેઠકમાં મહિલા અને બાળ વિભાગ અંતર્ગત ચાલી રહેલી પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી. જેમાં છેલ્લા ત્રણ માસમાં કરાયેલ કાઉન્સેલિંગ અને નવા ભિલોડા અને બાયડના ખાતે નવા શરૂ કરાયેલા સબ પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર અંગે પણ માહિતી મેળવવામાં આવી
આ સાથે જ જિલ્લામાં મિશન શક્તિ અંતર્ગત ચાલી રહેલી “બેટી બચાવો, બેટી પઢાઓ”, સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ અભયમ યોજના, તેરે મેરે સપને કાર્યક્રમ, સંકલ્પ – ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવમેન્ટ ઓફ વુમન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ સાથે જ મહિલા અને બાળ વિભાગ દ્વારા સમયાંતરે કરવામાં આવતી વિવિધ શિબીર, સેમીનાર, કાઉન્સેલિંગ અને કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી.આજની બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર ડી.વી.મકવાણા, મહિલા અને બાળ વિભાગ અધિકારી હસીના મન્સૂરી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




