નવસારી ખાતે જિલ્લાકક્ષા નવરાત્રી પ્રાચીન-અર્વાચીન ગરબા અને રાસ સ્પર્ધા ૨૦૨૫-૨૬નાં આયોજનમાં ભાગ લેવા ફોર્મ ભરો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી:તા.૧૪, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી નવસારી દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા નવરાત્રી પ્રાચીન-અર્વાચીન ગરબા અને રાસ સ્પર્ધા ૨૦૨૫-૨૬નું આયોજન આગામી સમયમાં આવતી નવરાત્રીને ધ્યાનમાં રાખીને કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં રાસ ભાઈઓ અને બહેનો માટે તથા પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા ફફ્ત બહેનો માટે રહેશે. આથી તમામ લાગતીવળતી સંસ્થા/ શાળા/ ટીમ/ મંડળી/ કલાસીસ વગેરેએ અરજી નિયત નમુનામાં નીચે મુજબની વયમર્યાદા ધ્યાને રાખી કરવાની રહેશે. – જેમાં રાસ સ્પર્ધાની વયમર્યાદા:- ૧૪ થી ૪૦ વર્ષ સુધીની રહેશે જેમાં સ્પર્ધકની જન્મ તારીખ: ૦૧/૦૧/૧૯૮૬ થી ૩૧/૧૨/૨૦૧૧ – ગરબાની સ્પર્ધા માટે વય મર્યાદા :- ૧૪ થી ૩૫ વર્ષ સુધીની રહેશે જેમાં સ્પર્ધકની જન્મ તારીખ: ૦૧/૦૧/૧૯૯૧ થી ૩૧/૧૨/૨૦૧૧ ગણવી. જેનું અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,૧૬૦૭, ”કામાક્ષી”પ્રથમ માળ, સ્વપ્નલોક સોસાયટી, કાલિયાવાડી, નવસારી ખાતેથી અથવા કચેરીના ઈ-મેલ એડ્રેસ dydonavsari28@gmail.com પરથી મેળવીને જરૂરી આધાર પુરાવા (આધારકાર્ડ નકલ) સાથે તા:-૧૪/૦૮/૨૦૨૫ના સાંજે:- ૦૬:૦૦ કલાક સુધીમાં અત્રેની કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે સમય મર્યાદા પુર્ણ થયેલ બાદ મળેલ કોઈ પણ એન્ટ્રી સ્વીકારવામાં આવશે નહિ. એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી નવસારીથી પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવેલ છે.




