વેસ્ટ ઝોન કરાટે ચૅમ્પિયનશિપમાં એન.એસ.કરાટે એકેડેમી જામનગરનો દબદબો

રાષ્ટ્રીય કરાટે મહાસંઘ વેસ્ટ ઝોન કરાટે ચૅમ્પિયનશિપ ૨૦૨૪ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ઇન્ડોર સ્ટેડિયમ, રાજકોટ ગુજરાત, ભારતમાં યોજાયેલ જુદા જુદા વય અને વજન ઇવેન્ટ ઇંડિયા કુમિત (IND.-Kumite) કરાટેમાં એન્જલા નોયડા, કાદરી એમ. સૈઇદ, અંશિ શેઠ, મોક્ષ મિશ્રા, દેવમ પરમાર, આયુશ શાહુ, તુલસી ભાટીયા, મહેક માલદે, અંકિતા અને આરવી બોડાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. દેવાંશી પાગડા આવેશ ખફી, રીયાન શાહ, શિવાંગી ત્રિવેદ, દેવમ જોષી અને આરવી બોડાએ સિલ્વર મેડલ મેળવ્યો હતો અને પાર્થ સરવૈયા, પ્રયાગ ધોળકિયા અને હરપ્રિતસિંઘએ બ્રોંઝ મેડલ મેળવ્યો હતો. ગુજરાત નેશનલ કરાટે ફેડરેશન રાષ્ટ્રીય કરાટે મહાસંઘ,યુનિયન ઓફ કરાટે ફેડરેશન પેફી-ગુજરાત પ્રકરણ, ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (નેશનલ સ્પોર્ટ્સ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન) યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા સમર્થિત: સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન , ડૉ.અર્જુનસિંહ રાણા સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા માન્યતા પ્રાપ્ત દ્વારા સંયુક્ત રીતે આયોજીત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય કરાટે મહાસંઘ વેસ્ટ ઝોન કરાટે ચૅમ્પિયનશિપમાં ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ અને દમણ અને દીવ એ ભાગ લીધો હતો અને તેમને પ્રોત્સાહિત અને સન્માનિત કરવા પરસોત્તમ રૂપાલાજી – સંસદ સભ્ય, ડો.દર્શિતાબેન શાહ-રાજકોટ ધારાસભ્ય, મનોજ કુમાર- ડિરેક્ટર- પેફી, ઈશ્વર થાપા- કાર્યકારી પ્રમુખ રાષ્ટ્રીય કરાટે મહાસંઘ, દુષ્યંત ઝાલા – સેક્રેટરી એનકેએફ ગુજરાત, સ્નેહલ બ્રહ્મભટ્ટ-પ્રમુખ-એનકેએફ ગુજરાત ઉપસ્થિત રહ્યા હતાં. એન.એસ.કે એકેડેમી જામનગરના ડાયરેક્ટર અને કોચ સરફરાજ નોયડા, સુનીલ સાહેબ, આકાશ સાહેબ , કાદરીભાઇએ માર્ગદર્શન આપ્યુ હતુ. કરાટેવીરોની સિધ્ધી બદલ કોચ, માર્ગદર્શકો અને કન્વીનરોને ગૌરવ વધારવા બદલ ગૌરવસહ અભિનંદન પાઠવ્યા હતાં.






