GUJARATNANDODNARMADA

રાજપીપલામાં શાંતિપૂર્ણ માહોલમાં મોહરમ પર્વની ઉજવણી, મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા પોલીસ વડાનું સન્માન કરાયું

રાજપીપલામાં શાંતિપૂર્ણ માહોલમાં મોહરમ પર્વની ઉજવણી, મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા પોલીસ વડાનું સન્માન કરાયું

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા ખાતે મોહરમ પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી સંપન્ન થઈ હતી રાજપીપળા નગરમાં વિવિધ વિસ્તારોમાંથી આકર્ષક તાજીયાનું જુલૂસ નીકળ્યું હતું શહેરના મુખ્ય માર્ગ થઈ, દરબાર રોડ થી કરજણ ઓવારામાં તાજીયા ઠંડા કરવામાં આવ્યા હતા. રાજપીપલામાં મુસ્લિમ સમુદાય દ્વારા ઇમામ હુસૈન અને કરબલાના શહીદોની યાદમાં આજે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી

રાજપીપલા શહેરમાં કોમી એખલાસ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં તાજીયાનું જુલૂસ નીકળ્યું હતું મુસ્લિમ આગેવાનો દ્વારા નર્મદા પોલીસની કામગીરી ને બિરદાવી જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, એએસપી લોકેશ યાદવ તેમજ ટાઉન પી આઈ આર એસ ડોડીયા ને પુષ્પ અર્પણ કરી સન્માન કરાયું હતું ઉપરાંત પૂર્વ ધારાસભ્ય પી. ડી. વસાવા , જેન્તીભાઇ વસાવા, ભાજપ અગ્રણી કમલેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ને ફૂલહાર પહેરાવીને સન્માન કર્યું હતું

 

જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે એ જણાવ્યું હતું કે રાજપીપળામાં મોહરમ પર્વની ઉજવણી થઈ રહી છે તમામ સમાજના આગેવાનો એક સાથે મળીને તહેવારને ઉજવી રહ્યા છે પોલીસ પ્રશાસન દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તમામ લોકોના સહયોગથી મોરમપર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાશે તેવી આશા વ્યક્ત કરી હતી

Back to top button
error: Content is protected !!