
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -માંડવી કચ્છ.
માંડવી,તા-૧૭ ફેબ્રુઆરી :- સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ તથા એગ્રોસેલ સીએસઆર પ્રોજેક્ટના અનુક્રમે રૂડા ફાઉન્ડેશન દ્વારા સંકલિત ઘન કચરો અને પ્લાસ્ટિક કચરો વ્યવસ્થાપન અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા.પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને તેના વ્યવસ્થિત નિકાલ માટે ભુજ તાલુકાના કુકમા, ભુજોડી, સુમરાસર, ખાવડા અને ધોરડો ગામોની પાંચ પંચાયતોમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિવર્તન અભિયાન માટે છત્તીસગઢની નુક્કડ નાટક ટીમને ૫ દિવસ માટે ભુજમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ટીમે એગ્રોસેલ કંપની સાથે પાંચ ગામોમાં શેરી, બજારો, શાળાઓ, ગુજરાતના શ્રેષ્ઠ પર્યટન સ્થળ એવા ધોરડો સફેદ રણ અને ભુજ શહેરના હમીરસર તળાવ, વાણિયાવાડ બજાર સહિતના સ્થળે પ્લાસ્ટિક મુક્તિ પર નુક્કડ નાટકો તથા ગીતો પર નૃત્ય કરીને લગભગ ૩૦ કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ પરિવર્તન અભિયાનમાં એગ્રોસેલ સીએસઆર ટીમ, રૂડા ફાઉન્ડેશનના સીઈઓ સંજીવ અરોરા અને રૂડા ટીમ, ગામના સરપંચ, શાળાના આચાર્યો, શિક્ષકો, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણનો સ્ટાફ અને તમામ સ્થાનિક ગ્રામજનોએ હાજરી આપી હતી. ગામોને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.







