
વિજાપુર ગ્રામ્ય વિસ્તારોમાં પાન પાર્લર ધરાવતા ૧૩ દુકાન ધારકો ને જીલ્લા તમાકુ સેલ વિભાગ તાલુકા હેલ્થ વિભાગે નોટીસ આપી
પાન પાર્લર ના દુકાન ધારકો નુ સઘન ચેકીંગ હાથ ધરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ૧૩ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા ટોબેકો સેલ અને તાલુકા હેલ્થ કચેરીના માર્ગદર્શન હેઠળ તાલુકાના વડાસણ દગાવાડિયા તેમજ જંત્રાલ ,વસાઈ તેમજ કુકરવાડા ધનપુરા અને વજાપુરગામે તમાકુ અધિનિયમન ૨૦૦૩ નો ભંગ કરવા બદલ તમાકુ અને તમાકુ ની બનાવટો નું વેચાણ કરતા પાન ગલ્લા વાળા ઓ ને નોટિસ આપવા મા આવી હતી જેમાં કુલ ૧૩ તમાકુ અને તમાકુ ની બનાવટો ની વેચાણ કરતા પાર્લર ધરાવતા દુકાનદારો પાસે થી કલમ ૬ અ અને ૬ બ ભંગ કરવા બદલ ૯૨૦ દંડ ની વસુલાત કરવામાં આવી હતી. તમાકુ અધિનિયમ કલમ મુજબ તમાકુ ના વેપારીઓ પોતાની દુકાન આગળ ૬૦ સેમી *૩૦ સેમી સાઈઝ નું બોડ મારવું ફરજિયાત હોય છે જેમાં ૧૮ વર્ષ થી નીચેના ઉંમર ના વ્યક્તિઓ એ તમાકુ કે તમાકુ ની બનાવટો નું વેચાણ કરવું તે કાનૂની દંડનીય અપરાધ છે. શૈક્ષણિક સંસ્થા ની ૧૦૦ વાર ત્રિજ્યા માં તમાકુ નું વેચાણ કરવો ગુન્હો બનતો હોય છે.જેને લઈ જીલ્લા ટોબેકો સેલ હેલ્થ કચેરી દગાવાડીયા વસાઈ લાડોલ અને સોખડા આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકીંગ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.



