ડીટવાસ પોલીસ સ્ટેશન વિસ્તારના કરવઇ ગામેથી બોગસ ડોક્ટર પકડી પાડતી ડીટવાસ પોલીસ.

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના કરવઈ ગામેથી બોગસ ડોક્ટર પકડાયો.
અમીન કોઠારી મહીસાગર…
ડીટવાસ પોલીસ સ્ટેશન વિસ્તારના કરવઇ ગામેથી બોગસ ડોક્ટર પકડી પાડતી ડીટવાસ પોલીસ.
પંચમહાલ ગોધરા રેંજ પોલીસ અધિક્ષક શ્રી આઈવી અસારી તેમજ મહીસાગર જિલ્લા પોલીસ પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ નાઓ એ કોઈપણ જાતના મેડિકલ ડિગ્રી તેમજ સર્ટિફિકેટ વગર ડોક્ટર નું રૂપ ધારણ કરીને દવાખાના ચલાવતા બોગસ ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિકારી શ્રી કમલેશ વસાવા સાહેબનાઓના માર્ગદર્શન ડીટવાસ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીએ ચૌધરીનાઓ ડીટવાસ પોલીસ સ્ટેશનના બોગસ ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના કરેલ હતી.
જે આધારે વીએ ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ના હોય એ માહિતી મળેલ કે ડીટવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવાની ગામે બોગસ તબીબ તરીકે ચીમનભાઈ લાલાભાઇ ડામોરનાઓ તેઓના રહેણાંક ઘરમાં દવા સારવાર કરે છે તેવી ચોક્કસ વાતની ના આધારે મેડિકલ ઓફિસર સાથે રેડ કરતા એલોપેથિક દવા તથા ઇન્જેક્શન રાખી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી પોતાના આર્થિક ફાયદા સારું એલોપેથિક દવા તથા ઇન્જેક્શન ની કિંમત રૂપિયા 97 323 49 નો મુદ્દા માલ તથા રોકડ રૂપિયા 1,350 તથા મોબાઇલની કિંમત 5000 ગણી એમ કુલ રૂપિયા 1003673 49 નો મુદ્દા માલ સાથે ચોક્કસ ડોક્ટરને શોધી કાઢી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે, મહીસાગર જિલ્લાના આદિવાસી વિસ્તારની અંદર આવા તમામ ડિગ્રી અને સર્ટિફિકેટ વગરના બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો છે તેને કાયમ માટે ડામી દેવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી અને તેમનું તંત્ર જો પોલીસ સાથે મળીને કામ કરે તો બોગસ ડોક્ટરોને પકડી શકાય અને આવા ડિગ્રી અને સર્ટિફિકેટ વગરના ડોક્ટરો દ્વારા જે એલોપેથિક દવા બીમાર માણસોની થાય છે તે માણસો ના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે તેમને મોતના મુખમાંથી બચાવી શકાય, આવા બોગસ ડોક્ટરો સામે કાયદાનો કોરડો સખત રીતે વીંઝવા માં આવે તો કેટલાય ગામડાના અબૂધ ,અજાણ લોકોને જાનના જોખમમાંથી બચાવી શકાય તેમ છે.



