
અમીન કોઠારી મહિસાગર
ડીટવાસ પોલીસે બુટલેગર તેમજ પોલીસ કોન્સ્ટેબલ 

ગુજરાતમાં ફરી એક વખત ખાખી પર લાગ્યું દારૂ ઘુસાડવાનું કલંક બુટલેગર અને પોલીસ જવાન એક સાથે જ દારૂ ભરેલી ગાડી સાથે ઝડપાતા જિલ્લા માં ચર્ચાનો વિષય બન્યો છે રાજસ્થાન માંથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા ડીટવાસ પોલીસ દ્વારા બુટલેગર અને પોલીસ કોન્સ્ટેબલ ને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ સોલંકી અને કનુભાઈ માલીવાડ નામના બુટલેગર દારૂ ભરીને આવી રહ્યા હોવાની ડીટવાસ પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે રાત્રે દરમિયાન વોચ ગોઠવતા ડીટવાસ ના રાકાકોટ ગામ નજીક દારૂ ભરેલા મુદ્દા માલ સાથે પોલીસ કોન્સ્ટેબલ અને બુટલેગર ઝડપાયા હતા પોલીસ પણ ચોકી ઉઠી હતી કે પોલીસ જવાન જ ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે ખાખી ના આડમાં દારૂ ઘુસાડતા ની વિગત જિલ્લા પોલીસ અધિક્ષકને તાત્કાલિક મળતા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા બુટલેગર અને પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધ હતી અને પોલીસ જવાનને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ શરૂ કરી છે જોકે જ્યારથી મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક તરીકેનો કાર્યભાર સફીન હસન સંભાળતાની સાથે જ જિલ્લામાં પ્રોહિબિશન ની તમામ ગતિવિધીઓ પર રોક લાગી ગઈ છે અનેક એવા બે નંબરી ચાલતા ધંધા પણ જાણે બંધ થઈ ગયા છે ત્યારે સાહેબ ના આવવાથી પોલીસ બેડામાં પણ ફાફડાટ મચ્યો છે ત્યારે તેમની બાજ નજર અને કામ કરવાની એક અલગ અંદાજના કારણે કોઈ બચતું નથી ત્યારે ખાખી એ જ ખાખી ઉપર ડાઘ લગાવનાર એવા પોલીસ કોન્સ્ટેબલને પકડીને જિલ્લામાં એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે
જેને લઈ અન્ય બુટલેગરોમાં પણ ફાફડાટ ફેલાયો છે જિલ્લામાં પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા સેવા સુરક્ષા અને શાંતિના સ્લોગન સાથે જિલ્લામાં કામગીરી થઈ રહી છે ત્યારે પોલીસ દ્વારા દાખલા રૂપ કિસ્સો મુકતા અન્ય બુટલેગરોમાં પણ ફાફડાટ વ્યાપો છે ત્યારે અલગ અલગ કિમિયા દ્વારા રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા ઇસમો ઉપર રોક લાગી છે અને આવા તત્વો પણ બીક ને લઈ ભૂગર્ભમાં ઊતરી ગયા છે..



