જામનગરના શીખ સમુદાય માટે પાવન અવસર
જામનગરમાં થશે અમૃતસરનાં સુવર્ણમંદિરનાં પ્રમુખ ગ્રંથી (મુખ્ય પૂજારી) નું આગમન
જામનગર (ભરત ભોગાયતા)
અમૃતસર સ્થિત શિખ પંથનાં ખાસ પવિત્ર તીર્થ (સુવર્ણ મંદિર) શ્રી હરમંદિર સાહેબનાં હેડ ગ્રંથી (મુખ્ય પૂજારી)જ્ઞાની રઘવીરસિંહજી જામનગર પધારી રહ્યા છે
21 જુલાઈ, સોમવારના રોજ રાત્રે 8 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી, શ્રી ગુરુ તેગ બહાદુરજીની 350મી શહીદી નિમિત્તે, જામનગર ગુરુદ્વારા સિંઘ સભામાં ભવ્ય ગુરમત સમાગમ યોજાશે.
આ પાવન અવસર પર અમૃતસર સ્થિત શીખ પંથના પવિત્ર તીર્થ શ્રી હરમંદિર સાહેબના હેડ ગ્રંથિ જ્ઞાની રઘવીર સિંઘજી અને હેડ ગ્રંથિ દિલ્હી ગુરુદ્વારા પ્રબંધક કમિટી, ગુરુદ્વારા શ્રી નાનક પ્યાઉં ના જ્ઞાની બચિતરસિંઘજી, જ્ઞાની હરબંસ સિંઘ તરનતારનવાલે તથા સરદાર રામસિંઘ રાઠોડ (ઇન્ચાર્જ: શીખ મિશન ગુજરાત, કર્ણાટક, ગોવા) આ સમાગમમાં ઉપસ્થિત રહેશે. તેમ વિગત આપતા જામનગર ગુરૂદ્વારા કમીટીના રણજીતસિંઘ લુબાના એ જણાવ્યુ હતુ.
_______________
regards
bharat g.bhogayata
Journalist (gov.accredate)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)