DAHODGUJARAT

દાહોદના દર્પણ રોડ પર રહેતા દિવ્યાબેન ભાટ દાહોદ સાંસી સમાજનો ગૌરવપૂર્ણ ક્ષણ દિવ્યા ભાટ બની પ્રથમ મહિલા વકીલ

દાહોદ સાંસી સમાજનો ગૌરવપૂર્ણ ક્ષણ દિવ્યા ભાટ બની પ્રથમ મહિલા વકીલ

તા.૨૨.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના દર્પણ રોડ પર રહેતા દિવ્યાબેન ભાટ દાહોદ સાંસી સમાજનો ગૌરવપૂર્ણ ક્ષણ દિવ્યા ભાટ બની પ્રથમ મહિલા વકીલ

દાહોદ સાંસી સમાજનો ગૌરવપૂર્ણ ક્ષણ દિવ્યા ભાટ બની પ્રથમ મહિલા વકીલ

ગુમાના પરિવાર અને દાહોદ સાંસી સમાજ માટે ગૌરવપૂર્ણ ક્ષણ: દિવ્યા ભાટ બની પ્રથમ મહિલા વકીલ

દાહોદ સાંસી સમાજ માટે ગૌરવની ક્ષણ આવ્યુ,જેમાં દિવ્યા સંદીપકુમાર ભાટએ ઓલ ઇન્ડિયા બાર પરીક્ષા 2024 સફળતાપૂર્વક પાસ કરી, દાહોદ સાંસી સમાજની પ્રથમ મહિલા વકીલ બનવાનો માન મેળવ્યો છે

વકીલાત એક પ્રતિષ્ઠિત વ્યવસાય છે, અને જ્યારે એક મહિલા આ ક્ષેત્રમાં પોતાની ઓળખ ઉભી કરે, ત્યારે તે માત્ર વ્યક્તિગત સફળતા જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્રોત બની રહે છે લગ્ન પછી પણ દિવ્યાં ભાટએ અભ્યાસ ચાલુ રાખી ઇતિહાસ રચ્યો દિવ્યાબેનના લગ્નને સાતેક વર્ષ થઈ ગયા હતા.સામાન્ય રીતે, લગ્ન પછી મહિલાઓ માટે ઉચ્ચ અભ્યાસ એક પડકારરૂપ બને છે, પરંતુ દિવ્યાબેન પોતાની પરિવારની જવાબદારીઓ નિભાવતા, સંતાનનું લાલન-પાલન કરતાં, તેમજ સામાજિક અવરોધો વચ્ચે પોતાના સપનાને સાકાર કરવાનું નક્કી કર્યું તમામ પડકારોને પછાડીને,તેમણે રાષ્ટ્રીય સ્તરની આ પ્રતિષ્ઠિત પરીક્ષા પાસ કરી દાહોદ સાંસી સમાજ માટે એક નવી મજબૂત ઓળખ ઊભી કરી છે.દિવ્યાબેનની શૈક્ષણિક સફર:શરુઆતથી ગૌરવ સુધી દિવ્યાબેન જ્યારે એક વર્ષની હતી,ત્યારે તેમના નાના-નાની,બાબુભાઈ મોહનભાઈ સાંસી અને રેણુકાબેન બાબુભાઈ સાંસી તેમને પરવરિશ માટે અમદાવાદથી દાહોદ લઈ આવ્યા હતા.તે પછી જ્યારે દાહોદમાં સેન્ટ મેરી સ્કૂલની શરૂઆત થઈ ત્યારે જ તેમને ત્યાં અભ્યાસ માટે પ્રવેશ અપાયો નર્સરીથી લઈને ઉચ્ચતર માધ્યમ સુધી, તેમનું સમગ્ર શિક્ષણ દાહોદની સેન્ટ મેરી સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં પૂર્ણ થયું ઉચ્ચ અભ્યાસ માટે તેઓએ વકીલાત ક્ષેત્ર પસંદ કર્યું અને સતત મહેનત દ્વારા આજની સિદ્ધિ પ્રાપ્ત કરી સાસરિયું બન્યું પ્રેરણાસ્ત્રોત:સસરાએ જાતે કોલેજ મૂકવા લઈ જતા દિવ્યાબેનને તેમના સાસરીયાએ પણ અભ્યાસમાં સંપૂર્ણ સહયોગ આપ્યો.સસરા દિલીપકુમાર સુરજપાલ ભાટ એ પોતાની વહૂને શિક્ષણ માટે હંમેશા પ્રોત્સાહન પૂરું પાડ્યું અને સમાજમાં એક નવી દિશા નિર્ધારિત કરી સસરા જાતે તેમને કોલેજ મૂકવા જતાં, અને ઘરમાં સાસુ તથા નણંદ તેમના બાળકની સંભાળ રાખતા આવો સંપૂર્ણ પરિવારનો સાથ અને સમર્થન મળવાથી દિવ્યાબેન આજે આ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે.”હું ઇચ્છું છું કે દરેક દીકરી આગળ વધે” દિવ્યાબેન જણાવે છે:”એક વહૂ, પત્ની, માતા, ભાભી, દીકરી અને બહેન તરીકે દરેક જવાબદારીઓ નિભાવી, આજે હું વકીલ તરીકે સમાજની સેવા માટે તૈયાર છું. મારી કુળદેવી શ્રી જીણ માતાજીની કૃપાથી મને આ મોકો મળ્યો છે, અને હું ઇચ્છું છું કે મારા સમાજની દરેક દીકરી આગળ વધે,ઊચ્ચ અભ્યાસકરે અને સમાજમાં પોતાનું નામ રોશન કરે. એક બહેન અને વકીલ તરીકે, મારી એક જ ઇચ્છા છે કે દરેક દીકરીને,દરેક સ્ત્રીને યોગ્ય સમર્થન અને સ્વતંત્રતા મળે, જેથી તે પણ પોતાના સપનાઓ પુરા કરી શકે.”દિવ્યાબેન માટે અભિનંદનનો વર્ષા દિવ્યાબેનની આ સિદ્ધિ સાંસી સમાજ માટે ગૌરવની બાબત છે.તેમના પરિવારના સાથ-સહકાર અને દિવ્યાબેનની મહેનતના પરિણામે,આજે દાહોદ સાંસી સમાજને પ્રથમ મહિલા વકીલ મળ્યા છે.આ તકે સાંસી સમાજના અગ્રણીઓ, પરિવારજનો અને દાહોદ શહેરના અનેક નાગરિકો દ્વારા તેમને શુભકામનાઓ આપવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!