બનાસકાંઠા એસ.પી. શ્રી અક્ષયરાજ મકવાણા ની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે દિવ્યાંગ નવરાત્રી મહોત્સવ યોજાયો.
ગુજરાત ભરના 500 થી વધુ દિવ્યાંગ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા
17 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ
દિવ્યાંગ નવરાત્રિ મહોત્સવ બકુલ પરમાર પ્રાથમિક શિક્ષક ખોડલા પ્રાથમિક શાળા, કપિલ ચૌહાણ સમાજ સુરક્ષા સહાયક, ખેમજી નાઈ દિવ્યાંગ પ્રતિનિધિ થરાદ દ્વારા આયોજિત અને સામાજિક કાર્યકર કુશ્કલ શ્રી હિતેશભાઇ ચૌધરી,રેડિયન્ટ ઇવેન્ટ પાલનપુર ઘુમર નવરાત્રિના આયોજક શ્રી પ્રકાશભાઈ ચૌધરી તેમજ ભરતભાઈ પરમાર પ્રાથમિક શિક્ષક પાંથાવાડાના સહયોગથી બનાસકાંઠા જિલ્લાના વડામથક પાલનપુર ખાતે એક દિવસીય રાત્રી દિવ્યાંગ નવરાત્રીનું રાધે ક્રિષ્ના પાર્ટી પ્લોટ પાલનપુર ખાતે તા. 12 ઓક્ટોબર 24ને દશેરાની રાત્રીએ ભવ્ય આયોજન થયું. જેમાં બનાસકાંઠા જિલ્લા એસપી શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીએમ.જે.દવે સાહેબ,સમાજ સુરક્ષા અધિકારીશ્રી મનીષભાઈ જોશી,મમતા મંદિર નિયામકશ્રી અતિનભાઈ જોશી વગેરે ઉપસ્થિત રહી ગુજરાત ભરમાંથી પધારેલા દિવ્યાંગો,પ્રિતીનિધીઓ અને સાથી સહાયકો સહિત 900 જેટલા વ્યક્તિઓને પ્રોત્સાહિત કર્યા હતા.બનાસકાંઠા એસપી શ્રી અક્ષય રાજ મકવાણા સાહેબનું દિવ્યાંગજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું જેની સાહેબશ્રીએ નોંધ લીધી હતી.તેમના વરદ હસ્તે માં અંબાની આરતી કરાઇ હતી.તેઓશ્રી દ્વારા તમામ દિવ્યાંગજનોને લહાણી અપાઈ હતી અને દિવ્યાંગજનો માટે કોઈપણ મુસીબત હોય તો સીધેસીધો એમનો સંપર્ક કરવા જણાવ્યું હતું.તેઓશ્રીએ દિવ્યાંગજનોમાં રહેલી ગરબા ઘુમવાની કળાને બિરદાવી દિવ્યાંગ ખેલૈયાઓ જોડે નીચે જઈને પ્રોત્સાહિત કરી આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી.જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે.દવે સાહેબે પણ ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા.આ પ્રસંગે ભોજન પ્રસાદ, ચા – નાસ્તો વગેરેની વ્યવસ્થા શ્રી હિતેશભાઈ ચૌધરી કુશ્કલ અને પ્રકાશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી.તેઓશ્રીની સેવા પ્રસંશનીય હતી. તેઓની ટીમ અને ખોડલા શાળાના શિક્ષક શ્રી બકુલ પરમારના વિદ્યાર્થીઓ થકી દરેક દિવ્યાંગજનને સ્થળ પર જ ભોજન,ચા નાસ્તો મળી રહે તેવી વ્યવસ્થા કરાઇ હતી.આયોજકો થકી વિલચેરની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી અને 200 જેટલા દિવ્યાંગજનોની રાત્રી રોકાણની તેમજ સવારે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.દરેક દિવ્યાંગ ખેલૈયાઓને લહાણી અને વિજેતા 12 જણને ભવ્ય ઇનામ આપવામાં આવ્યાં હતાં,જેની ખુશી ખેલૈયાઓમાં જોવા મળી હતી. નિર્ણાયક તરીકે ભરત પરમાર અને હર્ષવર્ધન પરીખે ઉમદા કામગીરી કરી હતી.આ તબક્કે આયોજકોનું પણ પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. વિવિધ ટ્રસ્ટના પ્રમુખશ્રી,મંત્રીશ્રી અને દિવ્યાંગ આગેવાનો તેમજ કલાકાર મિત્રોનું મોમેંટો અને પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું.વધુમાં કલાકાર મિત્રોમાં દિવ્યાંગ કલાકાર મિત્રોએ મોજ કરાવી હતી.આયોજક મિત્રોએ મહેમાન શ્રીઓ અને દિવ્યાગજનો તેમજ શ્રી હિતેશભાઈ ચૌધરી અને પ્રકાશભાઈ ચૌધરીનો આભાર માન્યો હતો. સૌના સાથની દિવ્યાંગ નવરાત્રી મહોત્સવ ખૂબ યાદગાર બની રહ્યો હતો.





