GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાશે

તા.૩/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાન ખાતે તા.૦૪ માર્ચે સવારે ૧૧.૧૫ વાગ્યે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાશે. નવી દિલ્હીના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અને રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એ.ડી.આઈ.પી. સ્કીમ અંતર્ગત એલીમ્કો કંપનીના સહયોગથી આ કેમ્પ યોજાશે.

આ કેમ્પમાં રાજકોટના મેયરશ્રી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, સાંસદશ્રી રામભાઈ મોકરીયા અને શ્રી પરસોતમભાઈ રૂપાલા, ધારાસભ્યશ્રીઓ, સચિવશ્રી રાજેશ અગ્રવાલ, કલેકટરશ્રી પ્રભવ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!