GUJARATHIMATNAGARSABARKANTHA

હિંમતનગરમાં દિવાળી રજાએ જીએસટી વિભાગના દરોડાથી ફટાકડાના વેપારીઓમાં ફફડાટ

ફટાકડાના વેપારીઓને ત્યાં જીએસટી વિભાગનું સર્ચ ઓપરેશન

 

ઇડર તા.૧૦

દિવાળીની તહેવારી સીઝન આવતા ફટાકડાની ખરીદી માટે રાજ્યભરમાં વિવિધ જગ્યાએ ફટાકડાના વેપારીઓના ગોડાઉન ઉભા થયા છે. આ દરમિયાન જીએસટી વિભાગે દરોડા પાડતાં ફટાકડાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. વિભાગની ટીમે હિંમતનગર નજીક તેજુપુરા પાસે આવેલ ફટાકડાના ગોડાઉનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

હિંમતનગરના જીએસટી વિભાગની ટીમે વેપારીઓની પર્ચીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જાણવા મળ્યું છે કે, ફટાકડાના વેપારીઓએ ત્યાં કોન્ટ્રાક્ટેડ કંપનીઓ પાસેથી માલ મેળવ્યો હતો.

વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ફટાકડાની ખરીદી વેચાણ અંગેના રેકોર્ડ ચકાસવામાં આવ્યા છે અને જે વેપારીઓ ટેક્સની ચુકવણી વિના ફટાકડાની ખરીદી કરતા હતા તેમની સામે કાર્યવાહી હાથ ધરાશે.

મેહુલ પટેલ

Back to top button
error: Content is protected !!