સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર ખાતે દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી
15 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓ એ દિવાળી મહોત્સવ ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યો હતો.
દિવાળી એ અનિષ્ટ પર સારા ની જીતનું પ્રતીક છે કારણ કે આ દિવસે ભગવાન રામ રાવણને પરાજિત કરીને 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત ફર્યા હતા જેની ખુશીમાં અયોધ્યા વાસીઓ એ ઘી ના દીવા પ્રગટાવી , રંગોળી બનાવી ને અને ફૂલો થી રાજા રામ , સીતા માતા અને લક્ષ્મણજીનું નું સ્વાગત કર્યું હતું.
સ્વસ્તિક સ્કૂલના બાળકો દ્વારા અભિનય થકી રાવણ વધ , રાજા રામ અને સીતા માતા નું મિલન , રામજી નું અયોધ્યા આગમન અને શ્રી રામ નો રાજ્ય અભિષેક અનેરા ઉત્સાહ સાથે રજૂ કરવામાં આવ્યો. સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું. આ સંપૂર્ણ કાર્યક્રમ સ્વસ્તિક સ્કૂલના પ્રમુખશ્રી આર એમ પટેલ સાહેબ ના માર્ગદર્શક હેઠળ સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ના આચાર્ય હેતલબેન રાવલે કર્યું હતું. સમગ્ર સ્ટાફ ના સહકારથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો.